Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પરિક્રમામાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત અભેદ સુરક્ષા કવચ

જુનાગઢ એસપી સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળઃ ચાર ઝોનમાં વિભાજન જુનાગઢ રેન્જ ઉપરાંત રાજકોટ, ભાવનગર રેન્જની પોલીસ તૈનાત રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ

પરિક્રમાં માટે સજ્જડ વ્યવસ્થાઃ જુનાગઢઃ શુક્રવારથી શરૂ થઇ રહેલી ગરવા ગિરનારની પરિક્રમાં માં યાત્રિકો બહોળી સંખ્યામાં આવતા હોય ત્યારે આ પરિક્રમાં સુખરૂપ સંપન્ન થાય તે માટે પરિક્રમા રૂટની સતત મુલાકાત લઇ વ્યસ્ત રહેતા વરિષ્ઠ અધિકારીઓ મીટીંગો યોજી તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે ઉપરોકત તસ્વીરમાં જીલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારધી અને ડીએફઓ સુનિલ બેરવાલ એસપીજી શ્રી સૌરભસિંઘ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ એસીએફ બી.કે.ખટાણા તેમજ ઉતર રેન્જન્ય આરએફઓ શ્રી બી.એમ. આંબલીયા તથા દક્ષિણ રેન્જના (આરએફઓ ભગીરથસિંહ ઝાલા સહિતના અધિકારીઓ નજરે પડે છે.(તસ્વર મુકેશ વાઘેલા)

જુનાગઢ તા. પ : શુક્રવારથી શરૂ થતી પરિક્રમાં દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જુનાગઢ એસપી સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.

જેમા પરિક્રમા સંદર્ભે માસ્ટર પ્લાન તૈયાર થઇ રહ્યો છે જેમાં જુનાગઢ દક્ષિણ રેન્જ હેઠળના જુનાગઢ ગિર સોમનાથ પોરબંદર તેમજ રાજકોટ ભાવનગર રેન્જમાંથી પોલીસ અધિકારીઓ કર્મચારીઓને તૈનાત કરવામાં આવનાર છે.

જેમાં સંભવિત ગત વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦ નાયબ પોલીસ અધિક્ષક ર૦ પોલીસ ઇન્સ તેમજ ૧રપ પીએસઆઇ તેમજ ૧૧૦૦ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જીઆરડી ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ડોગ સ્કવોડ પણ તૈનાત કરાશે.

આ પરિક્રમા રૂટનું ૪ ઝોનમાં વિભાજન કરી ૩૬ કિ.મી.ના દર ૧ કિ.મી.ના અંતરે એક પોલીસ રાવટી યાત્રીક સહાયતા કેન્દ્ર ઉભુ કરાશે તેમજ ભવનાથ અને શહેરી વિસ્તારોમાં પણ પ૦ જેટલી રાવટીઓમાં પોલીસ કર્મચારી વોકીટોકી સાથે સજજ સુરક્ષા જળવાશે.

તેમજ શહેરમાં પ્રવેશતા માર્ગો પર તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરાશે આ બંદોબસ્ત દરમ્યાન જુનાગઢ ડીવાયએસપી શ્રી પ્રદિપસિંહ જાડેજાના સુપરવિઝન હેઠળ રેન્જની આરઆર સેલના પીએસઆઇ ડી.બી.પીઠીયા, એલસીબી પીઆઇ આર.કે. ગોહિલ એસઓજીના પીઆઇ જે.એમ.વાળા એ વિડીઝનના પીઆઇ કે.કે.ઝાલા બી ડીવીઝનના પી.આઇ આર.બી. સોલંકી પીએસઆઇ વી.કે. ઉંજીયા-કે.કે.મારૂ અને ભવનાથ પોસ્ટે.ના પીએસઆઇ પી.વી.ધોકડીયા સહિતના પોલીસ અધિકારીઓ કર્મચારી ખડેપગે રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળશે.

(11:35 am IST)