Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પત્ની અને દિકરીને ઉપાડી જવાની વ્યાજખોરોની ધમકીથી જુનાગઢના આધેડ ૧પ દિવસથી ગુમ

યુવકની ફરીયાદના પગલે અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી

જુનાગઢ, તા., ૫: પત્ની અને દિકરીને ઉપાડી જવાની ધમકી વ્યાજખોરોએ આપતા જેનાથી ભયભીત થઇ જુનાગઢના એક આધેડ ૧પ દિવસથી ગુમ થતા પોલીસે અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા હિતેષભાઇ કાનજીભાઇ કાછડીયા -પટેલ નામના આઘેડે કેટલાક શખ્સો પાસેથી આર્થિક જરૂરીયાતને લીધે જુદી જુદી રીતે નાણા લીધા હતા.

આ નાણા ચુકવી દીધા હોવા છતા વ્યાજખોરો વધુ નાણાની ઉઘરાણી કરી હિતેષભાઇને હેરાન પરેશાન કરતા હતા.

તેમજ નાણા બળજબરીથી કઢાવવા માટે હિતેષભાઇની પત્ની અને દીકરીને ઉપાડી જવાની વ્યાજખોરો ધમકી આપતા હોય જેથી કંટાળી હિતેષ કાછડીયા ગત તા.ર૧ ઓકટોબરનાં રોજ સવારે ૭ વાગ્યે ઘરેથી કહયા વગર જતા રહેલ.

૧પ દિવસથી આધેડ ઘરે પરત નહિ આવતા તેમના પત્ની જીજ્ઞાસાબેને ગઇકાલે જુનાગઢ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણ અજાણ્યા અને અન્ય ઇસમો સામે કલમ ૩૮૭, ૩ર૩ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ગુમ થયેલ આધેડ ગાડી લે-વેચનું કામ કરતા હોવાનું જાણવા મળેલ છે.

વિશેષ તપાસ બી ડીવીઝનના પીએસઆઇ કે.કે.મારૂ ચલાવી રહયા છે.

(11:14 am IST)
  • કાશ્મીરની સરહદે પાકિસ્તાનના સતત ગોળીબાર ચાલુ જ છે : કાશ્મીરના સરહદી પૂંચ વિસ્તારમાં આવેલ કશ્બા અને કેરની સેકટરમાં પાકિસ્તાને ગોળીઓ અને તોપગોળા વરસાવી યુધ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યુ છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:32 am IST

  • વાંકાનેરના ૪૬ વર્ષીય પ્રવિણભાઈ ગોરધનભાઈ રાઠોડ નામના વાણંદ આધેડનું ડેન્ગ્યુના રોગથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત access_time 5:58 pm IST

  • હિરાસર એરપોર્ટ માટે ખાસ જમીન સંપાદન અધિકારી પ્રજાપતિ એવીએશનના બૂંદેલા રાજકોટમાં: કલેકટર સાથે સમીક્ષા બેઠક... એરપોર્ટની તમામ જમીન સંપાદિતઃ શકિત સિમેન્ટે પણ સહમતિ દર્શાવી... આ સામે ખેડૂત એસએસઆરડીમાં ગયા હોય.. એસએસઆરડીના હુકમ બાદ ૨૦ હજાર ચો.મી.નું વળતર ૩૦૦ લેખે ચૂકવાશેઃ ડીઆઈએલઆરના અધિકારી ધોકીયાએ પણ માપણી અંગે કલેકટરને વિગતો આપીઃ સરકારે હિરાસર એરપોર્ટ માટે જમીન સંપાદન અંગે કુલ ૯૪ કરોડ છૂટા કર્યા છે access_time 3:32 pm IST