Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

મોરબીના આમરણમાં શંકાસ્પદ સીગારેટનો જથ્થો પકડાયો : એસ.ઓ.જી. નો દરોડો

મોરબી તા ૫ : મોરબી એસ.ઓ.જી. એ આમરણગામે રેઇડ કરી શંકાસ્પદ સિગારેટના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લાના આમરણ ગામે મુખ્ય બજારમાં આવેલ '' તુલશી પાન એન્ડ બેકરી નામની દુકાનમાંથી ગત રાત્રીના એસ.ઓ.જી. ના શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, જયપાલસિંહ ઝાલા તથા ભરતસિંહ ડાભી સહિતના સ્ટાફે રેઇડ કરી બિલ વગરનો શંકાસ્પદ ૨૮,૮૦૦ નદ સિગારેટનો જથ્થે પકડી પાડી અમીત ભૂપતભાઇ સોમૈયા, રે આમરણની ધરપકડ કરી સિગારેટના જથ્થા અંગે તપાસ હાથ ધરી છે.

(4:14 pm IST)