Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ખંભાળીયા નગરપાલિકા વિસ્તાર તથા હાઇવે ઉપર ડામર કરી ખાડાં બુરવાનું કામ શરૂ

ખંભાળિયા, તા.૫: પાલિકા વિસ્તારમાં કરોડોનો ખર્ચે રોડના કાળો મંજુર થયા હતા  પરંતુ ચોમાસુ આવી જતાં ડામરરોડના કામો થયા ન હતા તથા નવા પરા સહિતના વિસ્તારોમાં અડધા કામો થયેલા રહી ગયા હતા જેથી લોકોને પરેશાની થતી હતી.

સરકારી નિયમ મુજબ ચોમાસું પૂર્વા થઇ જતાં ચીફ ઓફિસર શ્રી એ.કે ગઢવી તથા પાલિકા પ્રમુખ શ્રીમતિ શ્રેતાબેન થુકલની સુચનાથી કરી આ રોડના કામો કોશકટર દ્વારા શરૂ કરાયા છે.

કોન્ટ્રાકટરથી ડી.બી મારવાણિપયાએ જણાવેલ કે હાલ નવાપરાના રોડનું અધુરૃં કામ શરૂ કરાયું છે જે બે દિવસમાં પુરૂ થશે તે પછી ક્રમશઃ સરકારી ગેસ્ટ હાઉસ પાસેનો રોડ, હનુમાન ઙેરી જોધપુર ગેઇટ પાસેનો રોડ તથા એસ.ટી. ડેપો વાળો રોડ હાથમાં લેવામાં  આવે તો જે ખોદી ભરતી કરીને કરાવો જે પછી વિજય સિનેમાવાળો નગર ગેઇટથી યાર રસ્તાવાળો રસ્તો લેવામાં આવતો.

ખંભાળિયા નજીકથી હાઇવેના રસ્તા પર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો  માટે પરેશાન થતાં હતા. તાજેતરમાં ખંભાળિયા પી.ડબલ્યુ.ડી ના નાયબ ઇજનેર તરીકે અમિતભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ કામ શરૂ થયું છે.

રસ્તાઓ હાઇવે પર વિસ્તાર હોય તાકીદે રાહત મળે તે માટે રસ્તાઓ પરના ખાડા પૂરવાનું કાર્ય શરૂ કરાવ્યું છે.

ખંભાળિયા જામનગર રોડ પર કજુરડાથી આગળથી છે કે ઝાંખરના પાટીયા સુધી ફોર ટ્રેક પર બને બાજુ મોટા મોટા ખાડા પડ્યા હતા તેમાં રીપેરીંગ કરાવાયું છે તો દ્વારકા રોડ થી નદીના પુલ પર અસંખ્યા ખાડા હતા તે પણ રીપેર કરાવાયા છે તો દ્વારકા રોડ પર ખાડા પુરાયા છે.

હવે પછી ખંભાળિયા પોરબંદર રોડ પરનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવશે તથા પેવરપટ્ટા જરૂર પડયે કરવામાં આવશે. તેમ શ્રી સોલંકીએ જણાવ્યું હતું.

(12:31 pm IST)