Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ઓખામાં મેરીટાઇમ બોર્ડ દ્વારા કોસ્ટગાર્ડ જેટી સંલગ્ન સુવિધાના સુચિત પ્રોજેકટ માટે લોક સુનાવણી યોજાઇ

ઓખા તા.૫: ઓખા બંદરની રચના રપ ઓકટોબર ૧૯૨૫ના રોજ વડોદરા સ્ટેટના દીવાન દ્વારા થયેલી અને ૧૯૨૬ થી તે કાર્યરત થયેલ ઓખા બંદર તમામ હવામાનોમાં બારેમાસ કાર્યરત રહે છે. ભોૈગોલિક દ્રષ્ટિએ તે સૌરાષ્ટ્રના છેવાડે આવેલ દેશનું કંડલા બંદર પછી બીજા નંબરનું બારમાસી કુદરતી બંદર છે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ ૧૯૮૨માં ગુજરાત મેરીટાઇમ એકટ ૧૯૮૧ હેઠળ દેશની પ્રથમ ''બંદરોને સક્ષમ બનાવવા તેમજ આર્થિક વિકાસ માટે આંતરરાષ્ટ્રિય વ્યાપારને વેગ આપવા'' સ્થપાયેલ ગુજરાત સરકારની એક વૈધાનીક સંસ્થા છે. જી.એમ.બી. કુલ ૪૪ બંદરોનો વહીવટ કરે છે.

હાલ ઓખા બંદર પર ગોવિંદઘાટ, સાયજીપીર, જેટી, ડ્રયકાર્ગો બર્થ, ઓખા બેટ પેસીન્જર જેટી, માલ ગોદામ-૧૬, પાંચ હેકટર તથા ૧૭.૮ હેકટરના બેક યાર્ડ, ૧૬૦૦ હોર્ષ પાવરના બે ટગ, બાઝ, એમ.એલ. ગોમતી ફેરી સર્વિસ બોટ, ૧૨.પ ટનની ક્ષમતા વાળી એક હરતી ફરતી ટ્રેન, ગ્રેબ ડ્રેજર કાપ યંત્ર એક આ બધી સુવિધાઓ અત્યારે કાર્યરત છે.

ભારતીય તટરક્ષક દળ માટે જી.એમ.બી. એ બરથીંગ તેમજ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કર્યું છે. ૨૦૦*૨૦ મી. કદની ભારતીય પટ રક્ષક દરની જેટી, મુસાફર જેટી, નજીક વિસ્તારોનો વિકાસ, ગોવિંદ ઘાટનું વિસ્તરણ, બર્થીંગ સુવિધા માટે ડ્રેજીંગ સાથે આ બંદરની સુવિધા જહાજ માલની ક્ષમતા છ મીલીયન મેટ્રીકટન થી ૧૦ મીલીયન મેટ્રીકટન સુધી સુવિધા વધારવાનો લક્ષ્યાંક છે.

આ પ્રોજેકટના અનુસંધાને જી.એમ.બી. બોર્ડ દ્વારા બંદર ખાતે કલેકટર શ્રી એચ.પી. પટેલના અધ્યક્ષ સ્થાને જાહેર પર્યાવરણનો લોક સુનાવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ આ પ્રોજેકટની વિસ્તૃત માહિતનો અહેવાલ પ્રોજેકટ દ્વારા પ્રજા સમક્ષ મોટી સ્ક્રીનમાં બતાવવામાં આવ્યો હતો. બાદમાં પ્રજાના પ્રશ્નો સાંભળી તેનો પ્રત્યુતર આપવામાં આવ્યો હતો. અહીં તમામ લોકોએ જી.એમ.બી.ના પ્રોજેકટને બીરદાવ્યો હતો.

આ કાર્યક્રમનું સંચાલન પર્યાવરણ સેલ. જી.એમ.બી. ગાંધીનગરના હેેડ ઓફ ડીપાર્ટમેન્ટ શ્રી અતુલભાઇ શર્મા તથા તેમની યુવા ટીમે કર્યું હતું. આ પ્રસંગે ઓખાના યુવા ઉદ્યોગ પતિ શ્રી સહદેવસિંહ પબુભા માણેક, શ્રી મોહનભાઇ બારાઇ, શ્રી ભવાની શંકર શર્મા, તથા ઓખા બંદર પાઇલોટ ઓફીસરશ્રી એ.કે. રામન સાહેબ પણ ખાસ હાજર રહયાં હતા. તેમણે એ પણ આ પ્રોજેકટને બીરદાવ્યો હતો. અને પોતાના પોજીટીવ મંતવ્યો રજુ કયાંર્ હતાં.(૧.૧)

(10:24 am IST)