Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

બેટ દ્વારકામાં ડિમોલિશન યથાવત:પલાણીના વધુ 14 બાંધકામ તોડી પડાયા :80 લાખની કિંમતની 35000 સ્કે ,ફૂટ જગ્યા ખુલી કરાવાઈ

ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ પલાણી પરિવારના બાંધકામમાં ધોંસ બોલાવાઇ : હજુ આવતીકાલે પણ ડિમોલિશન ચાલુ રહેશે

( કૌશલ સવજાણી દ્વારા ) જામ ખંભાળીયા :દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકામાં આજે પણ ડિમોલિશન કામગીરી યથાવત રહી છે, બેટ દ્વારકામાં ડિમોલિશન યથાવત રાખીને આજે પલાણીના વધુ 14 બાંધકામ તોડી પડાયા છે અંદાજે 80 લાખની કિંમતની 35000 સ્કે ,ફૂટ જગ્યા ખુલી કરાવાઈ છે, ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ પલાણી પરિવારના બાંધકામમાં ધોંસ બોલાવાઇ છે, હજુ આવતીકાલે પણ ડિમોલિશન ચાલુ રહેશે

(12:18 am IST)