Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતીની ઉજવણી

 જુનાગઢ :  મહાનગરપાલિકા દ્વારા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે ગાંધીચોક ખાતે આવેલ પ્રતિમાને સુતરની આટી મેયર ગીતાબેન એમ.પરમારના હસ્તે પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ તકે સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર ભાવનાબેન હીરપરા, નાયબ કમિશનર જયેશભાઈ વાજા, જ્યોતિબેન વાછાણી, ચંદ્રિકાબેન રાખસીયા, ભરતભાઈ ગાજીપરા, પ્રોજેકટ ઓફિસર વત્સલાબેન દવે, ઓફીસ સુપ્રી.જીગ્નેશભાઈ પરમાર, વ્યવસાય  વેરા અધિકારી રાજુભાઈ મહેતા અધિકારીઓ/કર્મચારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:44 am IST)