Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જૂનાગઢમાં નેશનલ લેવલ સાયન્સ સેમિનાર યોજાયો

 જૂનાગઢ : ગુજકોસ્ટ  ગુજરાત સરકાર  શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ,જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ના સંયુકત ઉપક્રમે નેશનલ લેવલ સાયન્સ સેમિનાર ૨૦૨૨નું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્રના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમની મુખ્ય થીમ સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ચેલેનજીસ એન્ડ પ્રોસ્પેકટ હતી. જેમા જિલ્લાની ૨૫ ટીમના ૬૦ વિધાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે ગોધાણી તીર્થ જાવીયા સ્ફુલિંગ સિસ્ટમ તથા દ્વિતીય ક્રમે હિરપરા માનસી  માધ્યમિક શાળા સુખપુર એમ બે નંબર આપવામાં આવ્યા હતા તથા ટ્રોફી આપવામાં આવી હતી.   આગામી દિવસોમાં તેઓ રાજ્ય કક્ષા માટે  અમદાવાદ સાયન્સ સીટી ખાતે યોજાનાર તેમાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તથા તેઓ આગળ પણ સારો દેખાવ કરી જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરે તેવા પૂજ્ય મુકતાનંદજીબાપુ તથા ગિજુભાઈ ભરાડ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. તેમ કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરાની યાદીમાં જણાવેલ છે.(તસ્વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:39 am IST)