Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વાંકાનેર નગરપાલીકા દ્વારા પ્રજાની પાયાની સુવિધા હાથ ધરાઇ

વહીવટદાર કાનાણી તથા ચીફ ઓફીસર સંદિપસિંહ ઝાલા દ્વારા ધમધમાટ

વાંકાનેર, તા.૫: વાંકાનેર શહેરી વિસ્‍તારમાં સ્‍ટ્રીક લાઇટો, પાણીની પુરતી સુવિધા તથા સફાઇ કામગીરીની પાલીકા વિસ્‍તારમાં ઘણા લાંબા સમયથી ફરીયદો હતી.

ખાસ કરીને વયોવૃધ્‍ધ વડીલોને રાત્રીના સમયમાં ઓછા વોલ્‍ટની સ્‍ટ્રીક લાઇટો હોવાના કારણે રસ્‍તાઓ પર ચાલવામાં પડતી મુશ્‍કેલીઓને ધ્‍યાને લઇ ગંભીરતાને ધ્‍યાને લઇ વહીવટદાર શ્રી કાનાણી તથા ચિફ ઓફીસર શ્રી સંદિપસિંહ ઝાલાના વહીવટી કાર્યક્ષમતાના લીધે તાત્‍કાલીક યુધ્‍ધના ધોરણે ઉચ્‍ચ ગુણવતા તથા ગેરેંટી પીરીયડવાળી ૯૦ વોલ્‍ટની સ્‍ટ્રીક લાઇટની તાત્‍કાલીક ખરીદી કરેલ છે.

જે શહેરના મુખ્‍ય માર્ગો ઉપર ફીટીંગ કામ કરવાનુ આયોજન હાથ ધરવામાં આવ્‍યુ છે અને આ કામગીરી તાત્‍કાલીક કરવા માટે સ્‍ટાફને કડક સુચનાઓ આપવામાં આવેલ છે.

શહેરીજનોની સુખાકારી માટે સતત ઉપરોકત બંને અધિકારીશ્રીઓ મનમાં ખેવના ધરાવે છે સાથે-સાથે પાણી તેમજ સફાઇના પ્રશ્‍નોનું પણ તાત્‍કાલિક નિરાકરણ હાથ ઉપર લીધેલ છે જે શહેરીજનોને પડતી મુશ્‍કેલી ટુંક સમયમાં દુર કરવામાં આવશે જેની દરેક શહેરીજનોએ નોંધ લેવી અને વ્‍યવસ્‍થામાં સાથ સહકાર આપવા જણાવાયુ છે.

(3:04 pm IST)