Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ભાવનગરમાં પ્‍લાસ્‍ટિકની ફેકટરીમાં યુવાનનું મિક્‍સરમાં આવી જતા મોત

ભાવનગર તા.૫ : નારીરોડ પર આવેલ પ્‍લાસ્‍ટિકની ફેકટરીમાં કામ કરતા કામદારનું પ્‍લાસ્‍ટિક સાફ કરવાના મશીનના મીક્ષચરમાં આવી જતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્‍યું હતું. વિગતો મુજબ આઈ.પી.સી.એલ. સામે આવેલ જાホવી એન્‍ટરપ્રાઇઝ નામની પ્‍લાસ્‍ટિકની ફેકટરીમાં કામ કરતા શહેરના કુંભારવાડા, નારીરોડ,અવેડા પાસે રહેતા ભાગીરથભાઈ પ્રસાદરામ નિમાવત (ઉ.વ.૩૨ ) ગત મોડી રાત્રીના ફેકટરીમાં પ્‍લાસ્‍ટિક સાફ કરવાના મશીનમાં કામ કરતા હતા તે દરમિયાન અકસ્‍માતે મીક્ષચરમાં આવી જતા તેમનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્‍યું હતું. આ બનાવ અંગે બોરતળાવ પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)