Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

લોધિકાના કોઠાપીપળીયામા ગામે જય ખોડીયાર ગરબી મંડળની બાળાઓ દ્વારા માતાજીની આરાધના

આવો તો રમવાને માં ગરબે ઘુમવાને માડી મારે જોવા છે તમને રમતા રે ગરબે ધુમતા રે...

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા.૩: લોધીકાના કોઠા પીપળીયા માં જય ખોડીયાર ગરબી મંડળની બાળાઓ માતાજીની આરાધના સાથે પ્રાચીન ગરબાનું આકર્ષણનું કેન્‍દ્ર બને છે.

લોધીકા તાલુકાના કોઠા પીપળીયા ગામે રામજી મંદિર ચોક ખાતે યોજાતી જય ખોડિયાર  ગરબી મંડળ દ્વારા નવરાત્રી દરમિયાન માં અંબિકાની આરાધના સાથે પ્રાચીન ગરબાનું આકર્ષણ કેન્‍દ્ર બને છે

 જય ખોડીયાર ગરબી મંડળની નાની નાની બાળાઓ અને નાના નાના ભૂલકાઓ(બાળકો) દ્વારા દરરોજ અવનવા પ્રાચીન ગરબા ગાવામાં આવે છે જેમ કે હીચરાસ. ખંજરી રાસ દાંડિયારાસ નું એક આકર્ષણ કેન્‍દ્ર બને છે જેમાં જય ખોડીયાર ગરબી મંડળની નાની નાની બાળાઓ દ્વારા અલગ અલગ માતાજીના જેમ કે માં ખોડીયાર માં મહાકાળી માં ચામુંડા માં ગેલ માં બહુચર માં અંબિકા બધા માતાજીનું રૂપ ધારી નાની નાની બાળાઓ દ્વારા અને જય ખોડીયાર ગરબી મંડળ આયોજકા ના મહેનતથી લોધીકા તાલુકાનું કોઠા પીપળીયા ગામ એક આકર્ષણનું કેન્‍દ્ર બને છે જેમાં માં નું આઠમું નોરતાના દિવસે રૂપ ધારી ગરબા રમવામાં આવે છે ત્‍યારે માના દર્શન કરવા માટે આજુબાજુના ગામના લોકો જેતાકુબા ચાંદલી ડાંગરવાડા વગેરે લોકો માં ના દર્શન કરવા અને આરતીનો લાભ લેવા માટે આવે છે જયારે  નવદુર્ગા માં ની આરતી અને આરાધના કરતા સમગ્ર  ભારત દેશ કોરોના મુક્‍ત અને જે પશુમાં ચાલી રહેલો રોગ  છે લંમ્‍પી નામનો રોગ તેમાંથી મુક્‍તિ મળે એવી પ્રાર્થના કરતા જિલ્લા શિવસેનાના ગૌરવ હંસોરા અશોકભાઈ વસોયા  પશુ ડોક્‍ટર સાહેબ શ્રી ઉમેશભાઈ વિનુભાઈ ઘિયાળ  એવી પ્રાર્થના કરી રહ્યા છે.

જેમાં કોઠા પિપળીયાના આયોજકો દિલીપભાઈ વિનુભાઈ ઘીયાળ, અરવિંદ બાપા પીપરવા, જતીનભાઈ વિનોદભાઈ અકબરી, સત્‍યમભાઈ મુકેશભાઈ ઘીયાળ, પિયુષભાઈ, જીલભાઈ ઘિયાળ, હાર્દિકભાઈ, કેતનભાઇ, અશોકભાઈ બુસા (પેટી માસ્‍તર )મુકેશભાઈ ઘિયાળ, (તબલસી માસ્‍તર) વિનુભાઈ ઘિયાળ, અરવિંદભાઈ ઘિયાળ, જયેશભાઈ ઘાડીયા, ધર્મેશભાઈ દિનેશભાઈ રવિભાઈ ઘાડીયા વગેરે ગામ લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે.

(10:28 am IST)