Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ભાવનગર જિલ્લા ભાજપ પ્રચાર સહ સંયોજક તરીકે શ્રી મૂકેશ પંડિતની નિમણુંક

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૫: ભાવનગર જિલ્લા ભાજપ પ્રચાર સહ સંયોજક તરીકે પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિતની નિમણુંક થઈ છે.

સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામના કાર્યકર્તા અને પત્રકાર તસવીરકાર રહેલા શ્રી મૂકેશ પંડિત સ્‍થાનિક તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સંસ્‍થા સંગઠન સાથે જોડાયેલ છે.

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્‍યક્ષ શ્રી મૂકેશ લંગાળિયા દ્વારા જિલ્લા ભાજપ પ્રચાર સહ સંયોજક તરીકે શ્રી મૂકેશ પંડિતની નિમણુંક કરાતાં ભાજપ જન પ્રતિનિધિ તેમજ સંગઠન હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવેલ છે.

(10:26 am IST)