Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

અમરેલી નાગરીક સહકારી બેંકમાં ગ્રાહકોની માંગણીને ધ્‍યાને લઇ નવા લોકરની સુવિધા કરતા પી.પી.સોજીત્રા

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા. ૫ :  નાગરીક સહકારી બેંકમાં શહેરમાં સૌથી મોટો સ્‍ટ્રોંગ રૂમ હોય જેમાં હાલ ૧પ૦૦ કરતાં વધારે લોકર હોય જે તમામ લોકર ફુલ હોય શહેરમાં અન્‍ય કોઈપણ બેંકમાં લોકરની સુવિધા ન હોય જેથી ગ્રાહકો અવાર - નવાર નવા લોકરની વ્‍યવસ્‍થા કરવા અંગે રજુઆત કરતાં અમરેલી ખાતેની મેઈન બ્રાંચમાં પ કબાટ જેમાં લોકરની સંખ્‍યા ર૦૦ નંગ નવા વસાવેલ છે. આ ઉપરાંત ચિતલ ખાતે પણ જુના લોકરની સંખ્‍યા રપ૦ હતી. જે ફુલ થઈ જતા ત્‍યાં પણ નવાં લોકર ૧૦૦ ની સંખ્‍યા વસાવેલ છે તેમજ નવા માર્કેટયાર્ડ ખાતે લોકરની સુવિધા ન હોય ત્‍યાં પણ ફતેપુર, ચકકરગઢ, દેવળીયાં, ખંભાળીયા, નાના ગોખરવાળા, મોટા ગોખરવાળા, લાપાળીયા વિગેરે ગામોની નવા લોકર અંગેની રજુઆત આવતા નવા માર્કેટયાર્ડ ખાતે આવેલ નાગરીક સહકારી બેંકની બ્રાંચ ખાતે ૧ર કબાટમાં લોકરની સંખ્‍યા પ૦૦ જેટલા નવા લોકરની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. જેથી અમરેલી, ચિતલ કે નવા માર્કેટયાર્ડની બ્રાંચ ખાતે જે કોઈ પણ ગ્રાહક લોકર લેવા માંગતા હોય તેઓએ વહેલા તે પહેલા ના ધોરણે લોકર ફાળવવામાં આવશે. જેથી દરેક વેપારી કે ખેડુતોએ આ અંગે બેકનાં મેનેજરનો તાત્‍કાલીક સંપર્ક કરવા બેંકનાં ડીરેકટર પી.પી.સોજીત્રાએ યાદિમાં જણાવેલ છે.

(2:57 pm IST)