Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સંદીપ ઝાલાની હળવદ બદલી કરાઈ

રાજ્યના 20 જેટલા ચીફ ઓફિસરની બદલીના આદેશ

 મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સહિત રાજ્યના 20 જેટલા ચીફ ઓફિસરની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપ ઝાલાની હળવદ બદલી કરવામાં આવી છે. સંદીપ ઝાલાની મોરબીમાં નિમણુક બાદ ઘણી વખત તેમની કામગીરી ચર્ચામાં રહી છે. ત્યારે હાલ ચીફ ઓફિસરની બદલીના આદેશ ચૂંટણીની મતદારની કામગીરી અને જાહેરહિતને ધ્યાને લઈને કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જોકે સૌરાષ્ટ્રની સૌથી મોટી નગર પાલિકા મોરબીના ચીફ ઓફિસર બદલી બાદ તેમની જગ્યા હાલમાં અન્ય કોઈ ઓફિસરને મૂકવામાં આવ્યા નથી.

(1:09 am IST)