Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ધોરાજીમાં કબ્રસ્તાન પાસે ઝેરી રાસાયણીક કચરો સળગાવતા સરકારી તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે

આ પહેલા પણ આ વિસ્તારના લોકોએ ફરિયાદ કરી હતી. ફરી એ જ વિસ્તારમાં રાસાયણિક કચરો સળગાવવા થી રોગચાળો વકરે તેઓ ભય પણ સેવાઈ રહ્યો છે

ધોરાજી:ધોરાજી શહેરમાં વ્હોરાના કબ્રસ્તાનની સામેના ભાગમાં સરકારી જમીનમાં અમુક અસામાજીક તત્વો દ્વારા શહેરીજનોના આરોગ્ય માટે અત્યંત જોખમી એવો દુર્ગંધ મારતો
રાસાયણીક કચરો, પ્લાસ્ટીક સ્ક્રેપ વગેરે અવારનવાર બાળવામાં આવતો હોવાથી
ધોરાજીમાં ગંભીર બીમારી ફેલાવાનુ મોટુ જોખમ તોળાઈ રહયુ છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના સ૨કા૨ી આદેશ મુજબ આવા ગુન્હાહીત કૃત્યો કરનારને એક વર્ષની આકરી જેલ તથા રૂા.૨૫,૦૦૦નો દંડ કરવાનો થતો હોવાથી આ બાબતની ગંભીરતાને ઘ્યાનમાં લઈને તંત્ર દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી આકરી પોલીસ કાર્યવાહી કરીને આરોપીઓને જેલ ભેગા કરવાનુ તથા સરકારી જમીનનો દુરૂપયોગ થતો અટકાવવા સરકારી તંત્રને જાણ કરવામાં આવી છે અને આ પ્રકારે જાહેરમાં પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે ખાતાકીય કાયદેસરની કાર્યવાહી કરવા લતા વાસીઓએ માગણી ઉચ્ચારી છે

(9:24 pm IST)