Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ધોરાજીમાં બજરંગ ગ્રુપ આયોજિત ભૂલકા ગરબી 2022માં એક સાથે 1100 નાના ભૂલકાઓ રાસ દિલ ધડક રમ્યા

ભૂલકા ગરબીમાં તમામ બાળકોને વિનામૂલ્ય નવ દિવસ સુધી ટ્રેડિશનલ ડ્રેસ સાથે DJ ના સાઉન્ડમાં માતાજીના ગરબા લીધા: એક સાથે 1100 નાના ભૂલકાઓને સારી કંપનીની લાણી દરરોજ વિતરણ થતી હતી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં ખરાવડ પ્લોટ ખાડિયા ખાતે બજરંગ ગ્રુપ દ્વારા છેલ્લા 20 વર્ષથી ડિસ્કો ડાંડિયાના ક્રેજમાં માત્રને માત્ર દસ વર્ષથી નાની ઉંમરના 1100 જેટલા ભૂલકાઓને વિનામૂલ્યે રાસ રમાડતી એક માત્ર બજરંગ ગ્રુપ આયોજિત ભુલકા ગરબી છે
બજરંગ ગ્રુપના પ્રમુખ સી.સી. અંટાળાએ જણાવેલ કે ધોરાજી શહેરમાં એકમાત્ર એવી અમારી ગરબી છે કે જ્યાં માતાજીના અર્વાચીન રાસ ગરબા સાથે માત્રને માત્ર દસ વર્ષથી નાની વયના ભૂલકાઓ રાસ રમે છે એ પણ એક સાથે 1100 જેટલા ભૂલકાઓ માતાજીના ગરબા રમે છે અમારી આ ભુલકા ગરબીમાં દરરોજ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુની લાણી થાય છે તેમજ છેલ્લા દિવસે તમામ ભૂલકાઓને લાણી વસ્તુ સ્વરૂપે આપવામાં આવે છે પરંતુ એક પણ ભૂલકા પાસેથી કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી તમામ ભૂલકાઓ વિનામૂલ્ય છેલ્લા 20 વર્ષથી અમારી ગરબીમાં રમે છે
દરરોજ રાત્રિના 9 થી રાત્રિના 11:30 વાગ્યા સુધી ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ડીજેના તાલે નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે માતાજીના ગરબા સાથે ઉજવવામાં આવેલ આ સમયે ધોરાજીના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ શ્રી ગોહિલ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ જાણીતા બિલ્ડર મનોજભાઈ રાઠોડ નયનભાઈ કુહાડીયા ભરતભાઈ બગડા ચીફ ઓફિસર ચારુ બેન મોરી લાલજીભાઈ અંટાળા હરિભાઈ અંટાળા વિગેરે મહાનુભાવો નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરી ઉપસ્થિત રહ્યા હતા આ સમયે બજરંગ ગ્રુપ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું
 ભૂલકા ગરબીના આયોજકો બજરંગ ગ્રુપ પ્રમુખ સી.સી. અંટાળા હરિભાઈ. પપ્પુભાઈ. તેમજ દલાભાઈ ટોપીયા. મુન્નાભાઈ રાઠોડ .જનકભાઈ. મહેશભાઈ હિરપરા. સહિત કાર્યકર્તાઓ એ જાહેમત ઉઠાવી હતી
 બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ સી.સી અંટાળાએ એક સાથે 1100 ભૂલકાઓ તેમ તેમના વાલીઓનો આભાર માન્યો હતો

(9:21 pm IST)