Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ધોરાજીની સમાજ સુધારક સંસ્થા જામિઆ ફાતિમતુઝ્ઝહરા માં ની વિધાર્થિનીઓનું પદવીદાન સમારોહ યોજાયો

સમાજમાં પ્રગતિ લાવવા માટે કુરિવાજોને તિલાંજલિ આપો:સૈયદ મંજર આપા: મહિલાઓને વ્યસન અને ફેશનથી દુર રહેવા પણ કરાઈ અપીલ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા):ધોરાજી:-ધોરાજીની સમાજ સુધારક સંસ્થા જામિઆ ફાતિમતુઝ્ઝહરા માં ની વિધાર્થિનીઓનું પદવીદાન સમારોહ યોજાયો હતો  આમદે મુસ્તફા કોન્ફરન્સ  માં મુસ્લિમ ઓલેમા એ દિનનું બયાન થયું હતું
150 જેટલી બાળાઓને પદવી ની સાથે પારિતોષિક પણ આપી અને સન્માનિત કરાઈ
 સૈરાની એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત ધોરાજીની સમાજ સુધારક સંસ્થા અને સમાજની અંદરમાં રહેલ કુ રિવાજોને નાબૂદ કરવાની શીખ આપતી અને સાથોસાથ દિની તાલીમ આપતી સંસ્થા જામિઆ ફાતિમતુઝ્ઝહરા માં દીની તાલીમ મેળવી અને ઉતરણીય થનાર બાળાઓ ને પદવી અર્પણ કરવામાં આવેલ હતી

 આ તકે શાહજીહોલ ખાતે તા 2 ઓકટોબર ના રોજ સવારે 10 કલાકે મુફ્તી નિઝામુદ્દીન સાહબ સાબિક  સદર મુદરિસીન વ સદર શોબએ એ ઇફતા જામિઆ અશરફિયા મુબારક પુર (યુપી) એ બાળાઓ.ને ખતમે બુખારી શરીફ કરાવેલ હતું
અને બપોરે ત્રણ કલાકે ખાસ કરી અને મહિલાઓ માટે આમદે મુસ્તુફા કોન્ફરન્સમાં જશ્ને રિદા-એ-ફઝીલત વ કિર્અત ના કાર્યક્રમ માં  કાર્યક્રમ ના અધ્યક્ષ તરીકે સલમા આપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પદવી મેળવનાર બાળાઓ ને દુઆ  આપેલ હતી અને પ્રમુખ  સ્થાને  થી મહિલાઓ ને  સૈયદા મિસ્બાહ ફાતિમી સાહેબા અને  સૈયદા મંઝર ફાતિમી સાહેબા એ પોતાનું પ્રવચન આપેલ હતું જેમાં મંઝર ફાતિમી સાહેબા એ બયાન માં જણાવેલ હતું કે ઇસ્લામ ધર્મ અમન શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતો ધર્મ છે ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબર સાહેબે કોઈપણ જાતના નાત જાત અને ભેદભાવ વગર સમગ્ર માનવજાતને મદદ રૂપી થવા માટે શીખ આપેલ હતી

વધુમાં જણાવેલું હતું કે મોહમ્મદ પયગંબર સાહેબ દ્વારા જે અમન શાંતિ અને ભાઈચારા ની જે શીખ આપવામાં આવેલ તેની ઉપર મુસ્લિમ કાયમ છે સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટે પણ મહિલાઓ એ આગળ આવવુંજોઈ એ અને ખાસ કરી અને લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચ પર પણ કાપ મૂકવો જોઈ અને ખાસ કરી અને મહિલાઓ વ્યસન તરફ વળી છે ત્યારે વ્યસન મુક્ત થવું જોઈ એ
આ કાર્યકર્મ માં સંસ્થાની બાળાઓ એ પોતાના સુરીલા કંઠે નાત એ રસુલ અને મનકબત સંભળાવી હતી અને અંત માં પદવી પ્રાપ્ત કરનાર બાળાઓ ને સંસ્થા દ્વારા પારિતોષિક આપવામાં આવેલ હતા

(9:16 pm IST)