Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

જૂનાગઢમાં બિસ્માર રસ્તા પ્રશ્ને આંદોલનના મંડાણ : ઝાંઝરડા બાયપાસ પાસે ચક્કાજામ કરી સુત્રોચાર

લોકોએ રસ્તા પર સુઇ જઇને તંત્રની બેદરકારી સામે રોષ વ્યકત કર્યો

જુનાગઢના બિસ્માર રસ્તાઓ બાબતે તંત્રને જગાડવા માટે સ્થાનિક રહીશોએ આંદોલનના મંડાણ કર્યા છે. લોકોએ ઝાંઝરડા બાયપાસ પાસે ચક્કાજામ કરી ભારે સુત્રોચાર કર્યા હતા જુનાગઢ તથા આસપાસના વિસ્તારના રસ્તાઓ બિસ્માર બની જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે.

 ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અતુલભાઈ શેખડાની આગેવાનીમાં  મધુરમ ચોકડી વિસ્તારમાં ચકકાજામ કરી દીધો હતો. લોકોએ રસ્તા પર સુઇ જઇને તંત્રની બેદરકારી સામે રોષ વ્યકત કર્યો હતો. ચક્કાજામ કરવા સમયે વાહનચાલકો પણ તેમના વાહનોના રસ્તાની વચ્ચે ઉભા રાખી આ આંદોલનમાં જોડાયા હતા

 લોકોના કહેવા મુજબ જૂનાગઢના એક પણ રસ્તો એવો નથી કે ત્યાં ખાડા ન હોય.જૂનાગઢમાં છેલ્લા પાંચ મહિનાથી લોકો ખરાબ રસ્તાઓના કારણે યાતનાઓ વેઠી રહયાં છે. મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

(8:46 pm IST)