Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

સોલાર અપનાવો, ઘરના લાઈટ બીલમાંથી મુકિત મેળવો

આ સિસ્ટમ્સ ફીટ કરવા માટે અગાસીમાં ૮૦ થી ૧૦૦ સ્કવેર ફૂટની જગ્યા જોઈએઃ દરરોજ ૪ થી ૫ યુનિટ વિજળી ઉત્પન્ન થાયઃ સરકાર દ્વારા ૪૦ ટકા સબસીડી પણ મળે છે

સોલાર રૂફટોપ સીસ્ટમ દ્વારા ઘર વપરાશ માટે વિજળી ઉત્પન્ન થાય છે. તેના માટે સરકાર સબસીડી આપે છે. લાઈટ બીલ ઓછું થઈ જાય છે. જો આપણે સરખું પ્લાનીંગ કરીને (ગણતરી કરીને) લગાવીએ તો લાઈટ બીલ ઝીરો થઈ જાય અથવા તેમાંથી કમાણી પણ કરી શકાય છે. જેમ કે સોલાર સિસ્ટમ જે વિજળીનાં યુનીટ બનાવે છે. તેને આપણા વપરાયેલ યુનીટમાંથી બાદ કરીને બીલ આવે છે અને જો યુનીટ વધે તો જીઈબી તેનાં રૂપિયા લાઈટ બીલમાં જમા કરે છે.

આ સિસ્ટમ લગાવવાં માટે પ્રતિકિલો વોટ માટે અગાસી (છત) પર ૮૦ થી ૧૦૦ સ્કેવર ફૂટની જગ્યા જોઈએ છે અને પ્રતિ કિલોવોટે તેમાંથી રોજનાં ૪ થી ૫ યુનિટ ઉત્પન્ન થાય છે. જે સરકાર દ્વારા બીલમાંથી યુનીટની સામે યુનીટ બાદ કરે છે.

દા.ત. આપણે 3kwની સીસ્ટમ લગાવવા માટે ૨૫૦ થી ૩૦૦  સ્કેવર ફૂટની જગ્યારોકે  છે અને તે મહિનાના ૩૫૦ થી ૪૦૦ યુનીટ બનાવીને આપે છે. હવે સામાન્ય ઘરમાં આપણું લાઈટ બીલ ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા આવતું હોય છે. જેથી આપણે ૧૫૦૦ રૂપિયાનાં યુનીટ દીઠ ૫ રૂ.લેખે ૩૦૦ યુનીટ મહિનાનો વપરાશ છે. જો સોલાર સિસ્ટમે ૩૫૦ યુનીટ બનાવ્યા હોય તો તેનો તફાવત પેટ ૫૦યુનીટ વધે અને તેનો લાઈટ બીલમાં ૫૦ યુનીટનાં રૂપિયા જમા થાય. જેના માટે સોલાર પેનલમાં ૨૫વર્ષની પરફોર્મન્સ વોરંટી અને ઈનર્વર તેમજ સિસ્ટમની ૫ વર્ષની વોરંટી આવશે.

3kw સુધી સરકારે નિયત કરેલી કિંમત ઉપર ૪૦ ટકા સબસીડી અને ૪ થી ૧૦ કિલોવોટ સુધી સરકારે નિયત કરેલ કિંમત ઉપર ૨૦ ટકા સબસીડી મળે છે. ૩કિલો વોટ સિસ્ટમના ભાવ ૧,૩૯,૦૧૧ રૂપિયા થાય છે. તેમાં ૪૦ ટકા સબસીડી બાદ કરતાં ૮૩૪૦૭ રૂપિયા ગ્રાહકે ભરવાના થાય છે. 3kw સિસ્ટમ વાર્ષિક ૪૮૦૦ યુનીટનું ઉત્પાદન કરે છે. જે વર્ષે ૨૫,૦૦૦ રૂપિયાની આસપાસ કમાઈને આપે છે. ૩ થી ૩.૫ વર્ષમાં કરેલ ખર્ચ પરત મળે છે. આના માટે સરકાર પીજીવીસીએલ ગ્રાહક સાથે ૨૫ વર્ષનો કોન્ટ્રકટ કરે છે.

આ ઉપરાંત એમ.એસ.એમ.ઈ.નાં એકમોમાં અત્યાર સુધી કોન્ટ્રાક લોડનાં ૫૦ ટકા સુધી જ આપણે સોલાર રૂફટોપ લગાવી શકતાઁ હતાં જે સરકારની નવી નિતી પ્રમાણે ૧૦૦ ટકા કે તેથી વધારે પણ લગાવી શકાશે. રેસીડેન્સીયલ સોલાર રૂફટોપમાં કામ કરવાં માટે સારૃં વળતર સાથે ડિલરશીપ ''ઓનીકસ સોલાર''નો સંર્પક કરો.

મુકેશભાઈ પરમાર, મો.૯૮૨૫૧ ૫૮૩૩૧,

મિલનભાઈ મો.૯૦૧૬૯ ૦૪૫૬૭ (બોટાદ)

(3:24 pm IST)