Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

સાવરકુંડલા એસટી ડેપોમાં ડુપ્લીકેટ મુસાફરી પાસ કાઢવાનું કૌભાંડ ઝડપાયુ

અમરેલી, તા., પઃ સાવરકુંડલા એસટી ડેપોમાં એપ્રેન્ટીસ તરીકે કરાર આધારીત ફરજ બજાવતા મેહુલ કેશુભાઇ રે.વિજપડી સુરેશ દેવશી ગોરસીયા રે. ધોળા પીપરડી નામના દેવશી ગોરસીયા રે. ધ્રોળા પીપરડી નામના કર્મચારીઓએ પોતાનો અંગત આર્થિક લાભ મેળવવા મુસાફરોના હાથ લખાણવાળા પાસ બનાવી તે પાસના રૂપીયા જમાં નહી કરાવી નકલી પાસ બનાવી રૂપીયા ૩૮ર૮૦ના અમલમાં મુકી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

રાજુલા એસટી ડેપોમાં લુંટ

રાજુલા એસટી ડેપોમાં મોહીત માનસીંગ સેંગર સહીત  બે વ્યકિત કોવાયાથી આવી ઉભા હતા ત્યારે રમેશ વાળા રે. નાગેશ્રી સહીત ત્રણેયે માર મારી ખીસ્સામાંથી રોકડ ૪૧૦૦ કાઢી લઇ લુંટ ચલાવી નાસી ગયાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

(1:01 pm IST)