Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

વિરમગામના વડગાસમાં ૬૦ વર્ષના વૃધ્ધની હત્યા

ડબ્બામાં ગાયો પુરવા મુદ્દે ૬ લોકોએ અપશબ્દો બોલીને ઢીકાપાટુનો માર મારતા જીવ ગયો

વઢવાણ,તા.૫: વિરમગામ તાલુકાના વડગાસ ગામના રહેતા રાજાભાઈ રામજીભાઈ રબારી અને તેમનો પૌત્ર વિષ્ણુભાઈ રબારી ૩ ઓકટોબરે સાંજે પોતાના ઘરેથી મંદિર તરફ દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગામના જ ૬શખ્સો દ્વારા ગાળો બોલી તમારી ઘણી ગાયો અમને હેરાન કરે છે એવા આક્ષેપ કર્યા બાદ ઉશ્કેરાઈ જઈને ૬૦ વર્ષીય વૃદ્ઘ રાજાભાઈ રામજીભાઈ રબારીને કમાભાઇ ગણેશભાઇ સગર, નટુભાઈ મહાદેવભાઇ,કિશોરભાઈ મહાદેવભાઇ સગર, વિનાભાઈ કમાભાઈ કાળુભાઈ વિનાભાઈ સગર, મહાદેવભાઈ ગણેશભાઇ સગર દ્વારા ગડદાપાટુ ઢીંકા પાટુનો માર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું રાજાભાઈના પૌત્ર અને ફરિયાદી વિષ્ણુભાઈ રબારીને આરોપીઓએ લાફા મારતા ત્યાંથી ભાગીને પોતાને ઘરે જઈને પરિવારજનોને જાણ કરતા ઘટનાસ્થળે આવ્યા ત્યારે તેમના દાદા રાજાભાઇ મૃત હાલતમાં પડ્યા હતા

જયારે લાશને ૧૦૮ દ્વારા વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડાઇ હતી પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે કે આ ૬ શખ્સો દ્વારા જ અમારા દાદાને મારી નાખેલ છે જયારે પોલીસ દ્વારા હોસ્પિટલ માં લાશના શરીરના ભાગે જોતા કોઈપણ જાતના દ્યા અથવા કોઈ પણ જાતની ઇજાના નિશાન જોવા મળ્યા ન હતા. પીએમ રિપોર્ટ અને પોલીસ ફરિયાદ બાદ તપાસમાં ખબર પડશે કે મૃત્યુ શેના કારણે થયું છે

ઘટનાને પગલને વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો વધુ તપાસ વિરમગામ પોલીસે હાથ ધરી છે.

(12:58 pm IST)