Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કાલે વિજયભાઇ જુનાગઢના વડાલમાં

કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું કરશે ઉદ્દઘાટન

જુનાગઢ તા. પ : રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ રવિવારે જુનાગઢના વડાલ ખાતે આવી રહ્યા છે. અહિ તેઓ કેન્સર હોસ્પિટલ અનેરિસર્ચ સેન્ટરનું ઉદ્દઘાટન કરશે.

જુનાગઢ નજીકના વડાલ સ્થિત રાજકોટ ખાતે હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર કાર્યરત થયેલ છે. ૧૬૦ બેડની અદ્યતન સુવિધાઓથી સજજ નવી કેન્સર હોસ્પિટલનું ઉદ્દઘાટન આવતી કાલે સવારે ૧૦-૩૦ કલાકે મુખ્યમંત્રી શ્રી રૂપાણીના હસ્તે રાખવામાં આવેલ છ.ે

મુખ્યમંત્રી શ્રી રૂપાણી વડાલ ખાતે આવવાના હોય આથી તેમની સુરક્ષા અને અન્ય વ્યવસ્થા માટે કલેકટર ડો. સૌરભ પારધી અને એસ.પી.સૌરભસિંધ દ્વારા બંદોબસ્ત સહિતની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

વડાલ ખાતેની કેન્સર હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, જયેશભાઇ રાદડિયા સાંસદ રમેશભાઇ ધડુક, રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ પટેલ અને જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ વગેરે ઉપસ્થિત રહેશે.

હિમાલયા કેન્સર હોસ્પિટલમાં વિના મુલ્યે બધાજ પ્રકારની સારવાર રેડીયો થેરાપી તથા કિમોથેરાપી અને સર્જરીની સારવારમાં વાત્સલ્ય-આયુષ્માન ભારત કાર્ડ દ્વારા મળી રહેશે.

સરકારી તથા અર્ધ સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે હિમાલય કેન્સર હોસ્પિટલ સરકાર માન્ય હોસ્પિટલ છે.

આ હોસ્પીટલમાં નિષ્ણાંત ડો. રાજેશ કોરાંટ અને ડો. રંજના કોરાંટ તેમની ટીમ  સેવા આપશે.

જુનાગઢના વડાલ ખાતે કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર શરૂ થતા સોરઠ તેમજ અન્ય વિસ્તારોના કેન્સરવાળા દર્દીઓને ઘર આંગણે સારવાર મળી રહેશે.

(12:58 pm IST)