Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

જામનગરમાં સ્વચ્છતા એ જ સેવા, સ્વચ્છતા અંગેનું જન આંદોલન

જામનગર તા.૦૫: મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીના ભાગ રૂપે સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગ રૂપે   જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ બંધ થાય અને રોજીંદા જીવનમાં કપડાની થેલીઓ નો ઉપયોગ થાય તે હેતુ થી અલગ અલગ વિસ્તારોમાં શ્રમદાન અને વિવિધ જન જાગૃતિ પ્રવૃતિઓ કરવામાં આવેલ છે

જેની વિગતો નીચે મુજબ છે. (૧) શહેરને કુલ સાત ઝોનમાં વિભાજીત કરી શહેરના તમામ વોર્ડ માં સમૂહ શ્રમદાન કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ. (૨) શહેરમાં અલગ અલગ કોમર્શીયલ વિસ્તારોમાં નો પ્લાસ્ટીકના સ્ટીકરો લગાવવામાં આવેલ. (૩) શહેરની અલગ અલગ શાળાઓમાં શાળાના બાળકો દ્વારા સખત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ.

શહેરમાં સમૂહ શ્રમદાન અન્વયે માન. મેયરશ્રી, માન. ડે.મેયરશ્રી, માન. ચેરમેનશ્રી સ્ટે.કમિટી, માન.શાશક પક્ષના નેતાશ્રી, અલગ અલગ વોર્ડના સભ્યશ્રીઓ, માન. કમિશનરશ્રી, માન. નાયબ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા અલગ અલગ વેપારી સંસ્થાઓ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ સફાઈ અને શ્રમદાન કરવામાં આવેલ.

(12:57 pm IST)