Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કાલે હવનાષ્ટમીઃ નવલા નોરતામાં માતાજીની આરાધના

સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવની રમઝટ

રાજકોટ તા.૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રાસ-ગરબાની રંગત બરાબરની જામી છે અને પ્રાચીન-અર્વાચીન રાસોત્સવની રમઝટ બોલી રહી છે.

ત્યારે કાલે નવલા નોરતામા હવનાષ્ટમી ઉજવાશે અને માતાજીની આરાધના કરવામાં આવશે.

અમરેલી

 અમરેલીઃ વિસાવદર પોપટડી નદીના કાંઠે બિરાજતા ઠાકર પરિવારના કુળદેવી શ્રી સતિમા તથા જોરી પરિવારના સુરાપુરા શ્રી વિરાબાપાના મંદિરે તા.૬-૧૦-૨૦૧૯ને રવિવારના રોજહોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે નો ઠાકર પરિવાર તથા જોષી પરિવાર યજ્ઞ નારાયણના દર્શન કરવા તથા પ્રસાદ લેવા સ્વ.નાનુભાઇ બી.જીંદાણી પરિવાર આમંત્રણ પાઠવે છે યજ્ઞના મુખ્ય આચાર્ય શ્રી દોલુભાઇ ભટ્ટ રહેશે યજ્ઞનું બીડુ સાંજના ૪ કલાકે હોમાશે તેનુ પ્રવિણભાઇ,ભરતભાઇ, વિજયભાઇ, જયેશભાઇ તથા સર આયોજક દિપકભાઇ ઠાકર તથા ચાંદગઢના પત્રકાર ગીરીશભાઇ ઠાકરની યાદીમાં જણાવાયુ છે.

ધોરાજી

ધોરાજીઃ કુતીયાણા ખાતે ખાખ ચોક ખાતે ધોબી સમાજના ગોહેલ પરીવારે હવન તા.૬-૧૦-૧૯ ને રવીવારે સવારે ૮ાા કલાકે યોજાશે હવનમાં પુજા અર્ચના અને બીડું હોમાશે અને વિદ્ધાન પંડીતો દ્વારા પૂજા વિધી કરાશે આ તકે આ ધાર્મીક કાર્યમાં ધોબી સમાજના ગોહેલ ભાઇને આમંત્રણ પાઠવામાં આવે છે એમ ધોરાજી ધોબી સમાજના પ્રમુખ ધીરૂભાઇ વશરામભાઇ ગોહેલ અને જેન્તીભાઇ ગોહેલની યાદીમાં જણાવેલ હતું.

ભાવનગર

ભાવનગરઃ આદ્ય શકિતની આરાધનાના પાવન અવસર નવરાત્રી ઉત્સવ નિમીતે મા મરમરા જન્મદાત્રી મા શકિત અને હરપાળદાદાના જયાં બેસણાં છે તે ''શકિત ધામ'' અડવાળ મુકામે સવંત ૨૦૭૫ આસો સુદ-૮ (આઠમ) તા.૬-૧૦-૧૯ને રવિવાર હવનાષ્ટ્રનીના રોજ માતાજીને હવન રાખવામાં આવેલ છે.

સમસ્ત અડવાળ મા શકિત પરિવાર દ્વારા બહાર ગામ,નગર,મહાનગર અને દેશના જુદા જુદા રાજયોમાં વસતા પરિવારોને હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.

ગયા વરસે ત્રણ દિવસના યજ્ઞ હવન પ્રસંગે ગામ અને બહાર ગામ વસતા ક્ષત્રિય ભાઇઓ બહેનો તરફથી માતાજીના મંદિરને ૨૦ લાખ જેવી રકમ દાનમાં મળી હતી. આ પ્રસંગે દાતાઓનું સન્માન ઝાલા-રાણા પરિવાર દ્વારા કરવામાં આવશે.

જામજોધપુર

જામજોધપુરઃ વિનયવિદ્યા મંદિરના બાલમંદિર મુમતે આજે રાત્રે તા.૫-૧૦-૧૯ના રોજ ૯ કલાકે નવરાત્રી મદી-સવકાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં વિવિધજાતની ગરબા રમવામાં આવશે આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય રમેશભાઇ કાલરિયા, યુવા મંત્રી ચિમનભાઇ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય મોહનભાઇ વાછાણી સોનાચાંદી એસોશિયનના ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કવૈયા વગેરે હાજર રહી ખૈલેયાઓને પ્રોત્સાહિત કરશે.

(11:56 am IST)