Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

લવમેરેજ બાદ માવતરે વ્યવહાર તોડી નાંખતા મોરબી જીવાપરમાં રશિતાએ ઝેર પીધું

મુળ મધ્યપ્રદેશની યુવતિએ ૮ મહિના પહેલા જ લગ્ન કર્યા છેઃ હાલ સગર્ભાઃ ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૫: મોરબીના જીવાપરમાં ચંદુભાઇ પટેલની વાડીમાં પતિ સહિતના પરિવારજનો સાથે રહેતી મુળ મધ્યપ્રદેશની આદિવાસી નવોઢા રશિતા સંદિપ માવડા (ઉ.૨૩)એ વાડીએ ઝેરી દવા પી લેતાં મોરબી સારવાર અપાવી ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

રશિતાએ આઠ મહિના પહેલા જ પોતાના જ ગામના સંદિપ સાથે લવમેરેજ કર્યા છે અને હાલમાં તેણી સગર્ભા છે. આ લગ્નથી તેણીના માવતર પક્ષના લોકો નારાજ હોઇ તેણીને બોલાવતાં ન હોવાથી માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધાનું તેના પતિએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.

(11:54 am IST)