Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

વાંકાનેર તાલુકામાં સિંચાઇ યોજના કૌભાંડમાં ગેરરીતિ આચરનારા પાસેથી નાણા વસુલવા માગણી

વાંકાનેર તા. પ :.. મોરબી જીલ્લાના સિંચાઇ યોજના કૌભાંડમાં વાંકાનેર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રાજય સરકારના સિંચાઇના કામો માત્ર કાગળ ઉપર થયાની ચર્ચાઓએ વેગ ત્યારે પકકયો છે. જયારે કે આ યોજનાના કૌભાંડમાં વાંકાનેર પંથકની ૮ સિંચાઇ મંડળીઓના પ્રમુખની ધરપકડો તાજેતરમાં થવા પામી છે.

મોટા રાજકીય નેતાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોઇ મંડળીઓના પ્રમુખોની ધરપકડ બાદ વાંકાનેર તાલુકાના મેસરીયા - ચંદ્રપર-લુણસર-પંચાસીયા અને તિથવા અને અન્ય ગામોમાં સિંચાઇ યોજનાના કામો માત્ર કાગળ ઉપર થયા છે અને સરકારની તીજોરીમાંથી કરોડો રૂપિયાના કૌભાંડો આચરાયા હોવાનું ઠેક ઠેકાણેથી જાણવા મળી રહેલ છે.

આ કરોડોના કૌભાંડને રફેદફે કરવા વાંકાનેર વિસ્તારના કહેવાતા મોટા માથાઓ ભૂગર્ભ રીતે વ્યસ્ત જોવા મળે છે અને ભાગ બટાઇના હિસાબો લેનારાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાનું પણ જાણવા મળે છે. ત્યારે મોરબી જીલ્લા પોલીસ વડા તથા કલેકટરશ્રી આ કૌભાંડોનો પર્દાફાશ કરી સરકારી તીજોરીમાંથી ઉપાડેલા નાણા તાત્કાલીક કૌભાંડકારોથી વસુલ કરે તેવી માગણી વાંકાનેર તાલુકામાંથી ઉઠી છે.

(11:53 am IST)
  • ૧૪ વર્ષમાં ૩૦ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા: નીતિ આયોગ ના જણાવ્યા પ્રમાણે 2004થી 2018 વચ્ચે ભારતમાં ૩૦ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. access_time 9:30 pm IST

  • આતંકી ફંડીંગ કેસ : યાસિન મલિક ર૩ ઓકટોબર સુધી રહેશે 'અંદર' : પૂરક આરોપપત્ર દાખલ કરતું NAI: આ ઉપરાંત આસીયા ચંદ્રાણી શબ્બીર શાહ અને મસરી આલમ ભટ પણ સામેલ છે access_time 3:53 pm IST

  • રાત્રે ૧૧.૪પ્ વાગ્‍યે : અમરેલીના ખોડીયાર ડેમના ૯ દરવાજા ર-ર ફૂટ ખોલવામાં આવ્‍યા : ધારી પંથકના ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો રહ્યો છે : ગીર પંથકના છેવાડાના ગામોમાં સાંજ થી રાતસુધી અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે access_time 11:58 pm IST