Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

મોરબીના ડો. હિતેશ પટેલને સ્ટેટ લેવલે કોન્ફોરન્સમાં સંશોધનપત્ર માટે પ્રથમ પ્રાઇઝ

મોરબી,તા.૫: તબિબ ડો. હિતેશ પટેલે (ઓમ ઈ.એન.ટી. હોસ્પીટલ) ગુજરાત સ્ટેટ લેવલ કોન્ફોરન્સ મા તેમના સંશોધન બદલ રાજય કક્ષા એ પ્રથમ પ્રાઈઝ મળ્યું છે.જડબા મા રહેલ ગાંઠનુ કાપ વગર એન્ડોસ્કોપી દ્વારા ઓપરેશનની નવી ટેકનિકનુ તેમને સંશોધન કરેલ છે.

ઉદયપુર ખાતે ગુજરાત સ્ટેટ લેવલની કાન-નાક-ગળા ના તબિબો ની ૪૩મી વાર્ષિક કોન્ફોરન્સ યોજાઈ હતી. જેમા મોરબી ઓમ કાન-નાક-ગળાની હોસ્પીટલ વાળા ડો. હિતેશ પટેલે જડબા માં રહેલી ગાંઠનુ બહાર કોઈ પણ પ્રકારનો કાપ મુકયા વગર એન્ડોસ્કોપી દ્વારા કઈ રીતે ઓપરેશન કરવુ તે અંગે પોતાનુ સંશોધન રજુ કર્યુ હતુ. ડો. હિતેશ પટેલ ને તેમના આ સંશોધન બદલ સમગ્ર ગુજરાત કક્ષાએ પ્રથમ પ્રાઈઝ એનાયત કરવા મા આવી છે. અત્રે  મોરબીના તબિબે સમગ્ર રાજય કક્ષાએ તબિબી ક્ષેત્રે કરેલ સંશોધન બદલ સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે. આ સિધ્ધી બદલ ચોમેરથી  શુભેચ્છાઓ મળી રહી છે.

(11:52 am IST)