Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ભૂજમાં પિતાની નાનકડી બેદરકારીના કારણે દરવાજો નીચે પડતાં પુત્ર છૂંદાઇ જતા કરૂણ મોત

ભુજ તા.૪: જીઆઇડીસીમાં કેટલ ફિલ્ડના ગોડાઉનમાં માલ ભરવા આવેલા ટેમ્પો માટે દરવાજો ખોલવા સમયે થયેલી મુશ્કેલી દરમ્યાન ચોકીદારે દાખવેલી નાનકડી બેદરકારી તેના માસુમ પુત્ર માટે જીવલેણ બની હતી. ગોડાઉનનો લોખંડનો દરવાજો જામ થઇ જતા ચોકીદાર મોહન કોલીએ એ દરવાજો ખોલવા માટે પાઇપ વડે ઊંચો કર્યો હતો તે દરમ્યાન દરવાજો ગરેડીમાંથી છટકીને નીચે પડયો હતો. દરવાજા પાસે જ તેમની પત્ની બેઠી હતી અને ૫ વર્ષનો પુત્ર રમતો હતો. કમભાગ્યે આ દરવાજો નીચે રમતા તેના બાળકના માથે પડતા ૫ વર્ષીય બાળક હાર્દિકનું માથું છુંદાઇ જતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને ઇજાઓ થઇ હતી. જો ચોકીદાર મોહનભાઇએ સાવચેતી રાખીને દરવાજા નીચે બેઠેલ પુત્ર અને પત્નીને હટાવી લીધા હોત તો બાળક બચી શકત. પણ પિતાની એક નાનકડી બેદરકારીને કારણે માસુમ પુત્રનો જીવ ગયો હતો.

(11:43 am IST)