Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ઉનાના ધોકડવા બીસ્માર રોડ રીપેર કરવા અને રાવલ નદીમાં પુલ બનાવવા અંગે સફળ રજૂઆત

ઉના તા. પ :.. ધોકડવા-બેડીયા જતો સીંગલ પટ્ટી રોડ બિસ્માર રોડ ૪ કિ. મી.નો  પ.પ૦ મીટર કરવા, પડાપાદર ગામની વચ્ચે રાવલ નદીમાં પુલ બનાવવા, દ્રોણ-ઇટવાયા રોડ ઉપર મછૂન્દ્રી નદી ઉપર ઉંચો પુલ બનાવવોની રજૂઆતને સફળતા મળી રાજય સરકારે કાર્યવાહી શરૂ કરવા આદેશ કરેલ છે.

ગીર સોમનાથ જીલ્લા પંચાયતનાં પ્રમુખ રૈયાબેન ડાયાભાઇ જાલોધરાએ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી તથા માર્ગ અને મકાન વિભાગનાં મંત્રી નિતીનભાઇ પટેલને લેખીતમાં રજૂઆત કરેલ કે ગીર ગઢડા તાલુકાના ધોકડવાથી બેડીયા જતો ૪ કિલો મીટરનો સીંગલ પટ્ટી ૩.૬૬ મીટરની પહોળી ધરાવતો રોડ, બિસ્માર થઇ ગયો છે. રોડની સાઇડ ખાડા પડી જતા વાહન અકસ્માત થતા હોય પ.પ૦ મીટર પહોળો ડબલ પટ્ટી બનાવવા ત્થા ગીર ગઢડા તાલુકાના પડાપાદર ગામની વચ્ચે પસાર થતી રાવલ નદીનો પુલ વરસોથી તુટી ગયેલ હોય ચોમાસામાં લોકો વિખુટા પડી જતા હોય નવો બનાવવા તેમજ ગીર ગઢડા તાલુકા દ્રોણેશ્વરથી ઇટવાયા, સ્વામી નારાયણગુરૂકુળ, કષ્ટ ભંજન મંદિરે જવા માટે મછૂન્દ્રી નદી ઉપર નીચો પુલ હોય ભારે વરસાદ-પુર વખતે પાણી આવી જતા રસ્તો બંધ થઇ જતો હોય ઉંચો પુલ બનાવવા માંગણી કરી હતી. જેની તમામ રજૂઆત નિતીનભાઇ પટેલે ધ્યાને  લઇ ગંભીરાતા ગણાવી. માર્ગ અને મકાન વિભાગનાં સચીવને લેખીતમાં જાણ કરી તુરંત સર્વે કરી. એસ્ટીમેટ, રકમ તૈયાર કરી કામગીર શરૂ કરવા જણાવેલ છે. આમ સાચા લોક પ્રતિનિધી રૈયાબેન ડાયાભાઇ જાલોધરાનાં કાર્યવાહીથી સરકારને જાગૃત કરી છે. કામ વહેલી તકે આવતા ચોમાસા પહેલા પુર થાય તેવી લોક માંગણી ઉઠી છે.

(11:40 am IST)