Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

બીજા પાંચ સિંહોનાં સેમ્પલમાં પણ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ પોઝિટીવ આવ્યાં! :વનપ્રેમીઓમાં ઘેરી ચિંતા

 ગીર  વિસ્તારમાં કુલ 23 સિંહોના મોત થઇ ચૂક્યા છે એક રેન્જમાં આટલા બધા સિંહો મૃત્યુ પામતા વનપ્રેમીઓમાં ઘેરી ચિંતા જન્મી છે 23 સિંહોમાંથી ચાર સિંહો કેનાઇન ડિસ્પેમ્પર વાયરસથી મૃત્યુ પામ્યા હતા તેમ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતું તથા અન્ય સિંહો ઇતડીથી થતા બબેસિયા નામના રોગથી મૃત્યુ પામ્યા હતા. બંને રોગો મોટાભાગે ભેગા જોવા મળે છે એમ તજજ્ઞો કહે છે. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને બેબોસિયો રોગથી 1994માં તાન્જાનિયામાં 1000થી વધારે સિંહોના મોત નિપજ્યા હતા વન વિભાગે, તાન્ઝાનિયામાં જ્યારે સિંહો મૃત્યુ પામ્યા હતા ત્યારે જે સંશોધકોએ કામ કરેલું તેમને નિમંત્રણ આપ્યુ છે અને તેમની મદદ માંગી છે. તજજ્ઞોમાં રિચર્ડ કોકનો પણ સમાવેશ થાય છે.

    આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સિંહોના માતના કારણો જાણવા માટે જે નવ સેમ્પલ પૂના ખાતે આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલવામાં આવ્યા હતા તે તમામમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ પોઝિટીવ આવ્યા છે. એટલે કે, જેટલા સેમ્પલ પુના ખાતે એનાલિસીસ માટે મોકવામાં આવ્યા હતા તે તમામમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ જોવા મળ્યો છે.

   જો કે, મુખ્ય વન સરંક્ષક, વન્યપ્રાણી વર્તુળ (જુનાગઢ), ડી.ટી વસાવડાએ જણાવ્યું કે, હજી સુંધી પુના ખાતેની લેબોરેટરીમાંથી ચાર સેમ્પલના અહેવાલો આવ્યા છે અને અન્ય સેમ્પલ એનાલિસીસની રાહ જોવાઇ રહી છે. તમામ સેમ્પલોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ પોઝિટીવ આવ્યા છે માહિતી અમારી પાસે નથી. અમે અહેવાલોની રાહ જોઇ રહ્યાં છીએ.” 
  
કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસને કારણે સિંહોના મોત થઇ રહ્યા છે જાણીને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સાથે જોડાયેલા તમામ લોકો ચિંતામાં મુકાઇ ગયા છે. ગુજરાત સરકાર સફાળી જાગી છે અને દૂનિયાભરમાં સિંહોના સરંક્ષણ માટે કામ કરતા તજજ્ઞોની મદદ મેળવી રહી છે અને તેમને ગીરમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ શું હજુ વધુ સિંહોનો ભોગ લેશે ? અથવા પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે એવુ સમયે ચોક્કસ રીતે કોઇ કહી શકે તેમ નથી.

--- 

(12:58 am IST)