Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ધોરાજીમાં પ્રદેશ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી અનુસંધાને સમીક્ષા બેઠક

ભુપેન્દ્રજી યાદવ, મનસુખભાઇ માંડવીયા, જીતુભાઇ વાઘાણી, ભીખુભાઇ દલસાણિયા, આર.સી.ફળદુ, ગોરધનભાઇ ઝડફીયા સહિતની ઉપસ્થિતી

ધોરાજી તા.૫: સ્ટેશનરોડ ખાતે આવેલ ગાંધીવાડી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ-જુનાગઢ-પોરબંદર ત્રણ જિલ્લાના ભાજપના હોદેદારોની આવનારી લોકસભા-૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખી ખાસ સમીક્ષા બેઠક યોજેલ હતી.

જેમાં ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, કેન્દ્રીય મીનીસ્ટર મનસુખભાઇ માંડવીયા, ગુજરાતના કૃષિ મંત્રી આર.સી.ફળદુ, ભાજપના પ્રદેશ મંત્રી ભીખુભાઇ દલસાણિયા વિગેરેના વરદહસ્તે દિપ પ્રાગટય કરી સમીક્ષા બેઠકનો ભારતમાતાની જયના નાદ સાથે પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે ત્રણ જિલ્લાના ભાજપના હોેદેદારો ને આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સોૈરાષ્ટ્રની ત્રણ લોકસભા રાજકોટ-પોરબંદર-જુનાગઢની સીટ કઇ રીતે જીતી શકાય અને કયા વિસ્તારમાં શું પ્રોબ્લેમ છે જે બાબતે તમામ અધિકારી પાસે થી લેશન લીધું હતું.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથીભુપેન્દ્રજી યાદવએ લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં સોૈથી વધુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જીત થાય એ માટે બુથ સુધી આપણે સોૈએ પહોંચવાનું છે જે બાબતે તમામ કાર્યકર્તા અધિકારીઓ ને કામે લાગી જવા આહવાન કરેલ હતું.

આ તકે મનસુખભાઇ માંડવીયાએ તમામ આવેલ અધિકારીઓ પાસેથી લેશન લીધેલ અને આવેલી જવાબદારીમાં શું-શું કાર્ય કર્યુ અને આવનારી ચૂંટણીમાં આપણે શું કરવાનું છે જે અંગે લેશન આપેલ હતું.

પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા આ સાથે વિવિધ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સીટ કેવી રીતે વધે એ માટે સુચન મંગાવેલ હતા.

આ તકે આજની સમીક્ષા બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, મહામંત્રી ભાનુભાઇ મેતા, જેન્તીભાઇ ઢોલ, જસુમતીબેન કોરાટ, ચીમનભાઇ સાપરીયા, રાજેશ ચુડાસમા(સંાસદ),પુનમબેન માડમ(સાંસદ), ચુનીભાઇ ગોહીલ(સાંસદ), નેહલભાઇ શુકલ(પ્રદેશ યુવા ભાજપ), પ્રવિણભાઇ માકડીયા, ગોવિંદભાઇ રાણપરિયા, પ્રશાંતભાઇ કોરાટ, રમેશભાઇ મુંગરા, વિક્રમભાઇ ઓડેદરા, પોરબંદરના બાબુભાઇ બોખીરીયા, રમણલાલ વોરા, બસુબેન ત્રિવેદી, ચંદ્રેશ પટેલ, જામનગર રાઘવજીભાઇ પટેલ, પ્રદિપભાઇ ખીમાણી, નીતિનભાઇ ભારદ્વાજ વિગેરે પ્રદેશના હોદેદારો ઉપસ્થિત રહયા હતાં.

કાર્યક્રમ સફળ બનાવવા ધોરાજી શહેર ભાજપના વી.ડી. પટેલ, હરસુખભાઇ ટોપીયા, ડી.જી. બાલધા વિગેરે અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.(૧.૧૫)

(4:47 pm IST)