Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સેવામાં પાછો પડતો નથી, ખોટા દંભી લોકો સામે બાથ ભીડતા અચકાતો નથી

ધોરાજીમાં 'ટીમ ઈન્દ્રનીલ ફોર યુ'નું શાનદાર સ્વાગત : સત્યના સારથી બનવાના ૧૫૦૦ યુવાનોએ સોગંદ લીધાઃ સરદાર પટેલની ખુમારીને જીવનમાં ઉતારવાની જવાબદારી યુવા પેઢીની છે : ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ * લોકશાહીની સાયકલ યાત્રાને ધારાસભ્ય લલીતભાઈ વસોયાનો ખુલ્લો ટેકો : આજે સાંજે સાયકલયાત્રા જેતપુરમાં

રાજકોટ : પોરબંદરમાં કિર્તીમંદિરે મહાત્મા ગાંધીજીના આર્શીવાદ અને વંદન સાથે લોકશાહી લોકજાગરણને મજબૂત બનાવવા માટે ''ટીમ ઈન્દ્રનીલ ફોર યુ''ની સાયકલ યાત્રાનો શુભારંભ થયા બાદ ગામેગામ આ યાત્રાને ઉમળકાભેર આવકાર સાંપડ્યો હતો. ઉપલેટામાં સભા થયા બાદ ધોરાજી અને સુપૈડીમાં સભામાં તમામ સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહેલ. દુમીયાણી ટોલનાકા પાસે ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓએ ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂનું સ્વાગત કર્યુ હતું અને તમામ યુવાનોએ સત્યના સારથી બનવાના સોગંદ લીધા હતા. કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ ઈન્દ્રનીલભાઈની લોકશાહીબી સાયકલ યાત્રાને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો.

પોરબંદરથી રાજકોટમાં ક.બા. ગાંધીના ડેલા સુધી યોજાયેલી સાયકલ યાત્રા ઉપલેટા બાદ ધોરાજીમાં યાત્રાનું પ્રસ્થાન થયુ હતું. આજે સાંજે જેતપુરમાં નગરયાત્રા કરાશે. પેઢલા ચોકડી - તીનબતી ચોક - સરદાર ચોક - ત્રાકુડી પરા - બસ સ્ટેન્ડ ચોકથી નવાગઢ સુધી લોકશાહીને ઉજાગર કરતી લોકજાગરણ સાયકલ યાત્રા ફરશે. આ સાયકલ યાત્રા દુમીયાણી ટોલનાકા પાસે અસંખ્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરાયુ હતું. વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધી અમર રહો, લોકશાહી અમર રહો, લોકજાગરણ અમર રહો, લોકશાહી જીંદાબાદના નારા ગુંજી ઉઠ્યા હતા. સાથોસાથ ૧૫૦૦ યુવક યુવતીઓએ સત્યના સારથી બનવા સોગંદ લીધા હતા. આ પ્રસંગે ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ વિદ્યાર્થીઓને શીખ આપતા કહ્યું હતું કે લોકશાહીને જીવંત રાખવા મહાત્મા ગાંધીજીના મૂલ્યોને વળગી રહેવા સરદાર વલ્લભભાઈ પટેલની ખુમારીને જીવનમાં ઉતારવી અને લોકશાહીને સતત ઉજાગર રાખવાની જવાબદારી યુવા પેઢીની છે. શિક્ષકોની પણ સમાજ વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા એક જવાબદારી છે માટે શિક્ષકોએ પણ નવી પેઢીનું લોકશાહી મૂલ્યો આધારીત ઘડતર કરવુ જોઈએ.

દરમિયાન ટીમ ઈન્દ્રનીલ ફોર યુની સાયકલ યાત્રા ધોરાજીમાં પ્રસ્થાન કર્યુ હતું. આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયા હાજર રહ્યા હતા. લલીતભાઈ વસોયા અને ઈન્દ્રનીલભાઈનું બાળાઓ દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરાયુ હતું. ત્યારબાદ આ યાત્રાનું સુપેડીમાં પ્રસ્થાન થયુ હતું.

સુપૈડીમાં લોકશાહી લોકજાગરણ અંતર્ગત જાહેર સભા યોજાઈ હતી. જેમાં તમામ સમાજના આગેવાનો સાથ ે ધારાસભ્ય લલીતભાઈ વસોયા, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ માકડીયા, અમિતભાઈ ભાણવડીયા, મગનભાઈ ઝાલાવાડીયા અને વેપારી મંડળના આગેવાનોની હાજરી નોંધનીય હતી. આ સભામાં કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પોતાની આગવી છટામાં કહ્યું હતું કે લોકશાહીને જીવંત રાખવા લોકજાગરણ માટે રાજકોટથી નીકળેલા ઈન્દ્રનીલભાઈના વિરાટ કાર્યને હું ટેકો આપુ છું. ગાંધીજીના મૂલ્યોને પ્રસ્થાપિત રાખવા અને સરદાર પટેલના લોખંડી સ્વભાવને જીવંત બનાવવા અને બાબાસાહેબ આંબેડકરના સમાજ ઉદ્ધારકના સિદ્ધાંતોને સાર્થક બનાવવા ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ કરેલી પહેલને હું તમામ પ્રકારનો સહકાર આપવા મારી તૈયારી છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, દિલ્હીમાં ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યુ હતું પણ આ સરકારે ધરતીપુત્રો પર લાઠીચાર્જ કર્યો હતો. જે ખૂબ જ નીંદનીય છે. ધરતીપુત્રોને ખેત પેદાશના ભાવ મળતા નથી. પાક વિમો મળતો નથી. ખેતીને જરૂરી પાણી અને વિજળી મળતા નથી. ખેડૂતોની હાલત દયાજનક છે. છતાં પણ મગફળી કૌભાંડ હજુ અટકયુ નથી. ધોરાજી તાલુકામાં હજુ સુધી કેમીકલયુકત પાણી મળી રહ્યું છે. વિરોધ કરવા છતાં નિંભર તંત્ર ખેડૂતોની વેદના સાંભળતી નથી. લોકશાહીને બચાવવા રાજકારણ કોરણે મૂકી ઈન્દ્રનીલભાઈને સહકાર આપવો જોઈએ. પક્ષાપક્ષીની વાત એકબાજુ મૂકવી જોઈએ.

આ સભામાં ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ (મો.૯૮૨૪૦ ૪૩૭૦૩)એ પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે, લોભ, લાલચ, મોહ પડતા મૂકીદો એટલે આપોઆપ સારો અને સાચો માણસ તમારી સમક્ષ આવશે. જ્ઞાતિ, જાતિના વર્ગ વિગ્રહથી દૂર રહેવું જોઈએ. સાચા અને સારા માણસની પરખ કરવી જોઈએ. આપણે જ આપણા વિચારો સુધારવા પડશે. હું ખોટુ બોલતો જ નથી. ગાંધીનગરમાં પણ સત્યનો અવાજ ઉઠાવ્યો હતો. પોલીસને કયારેય ભલામણના ખોટા ફોન કર્યા નથી. શેરીએ ગલીએ ગામેગામ વિસ્તારમાં તમામ સ્તરે સરખુ થશે એટલે આપોઆપ ગાંધીનગર પણ સુધરશે અને દિલ્હીને પણ સુધરવાની ફરજ પડશે. હું કયારેય નાતજાતને યાદ રાખતો નથી. માનવીય અભિગમ એ જ મારો સિદ્ધાંત છે. સારા અને સાચા માણસની સેવા કરવામાં હું કયારેય પાછો પડતો નથી અને ખોટા દંભી માણસો સામે બાથ ભીડતા અચકાતો પણ નથી. લોકશાહીને જીવંત રાખવા ગાંધીજીના મૂલ્યોને જાળવી રાખવા સાયકલ યાત્રા શરૂ કરી છે. પોરબંદરથી લઈ રાજકોટના ક.બા. ગાંધીના ડેલા સુધી સાયકલ યાત્રાનો કાર્યક્રમ છે. સમાજ સુધારણાની અને લોકશાહીને જીવંત રાખવાની મારી ભાવના છે.છેલ્લા કેટલાક સમયથી લોકશાહીને ડામી દેવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે લોકશાહીને ડૂબતી બચાવવા મારો નિર્ધાર મક્કમ છે લોકશાહી બચાવવા લોકશાહી જાગરણ જરૂરી છે.

આ પ્રસંગે સાયકલ યાત્રાના સમર્થનમાં રાજકોટથી મ્યુ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, મિતુલભાઈ દોંગા, મહિલા કોર્પોરેટર ગાયત્રીબેન ભટ્ટ, રસીકભાઈ ભટ્ટ, જયાબેન ટાંક, સુરેશભાઈ ગરૈયા, હારૂનભાઈ ડાકોરા, રસીલાબેન ગરૈયા, માસુબેન હેરભા, રામભાઈ હેરભા, ભાવેશભાઈ બોરીચા, અભિષેકભાઈ તાળા, જગાભાઈ મોરી, શૈલેષભાઈ ટાંક, તુષારભાઈ નંદાણી, મચ્છાભાઈ ગોહેલ, અમુભાઈ પરમાર, રાજુભાઈ શેઠ, ભરતભાઈ આહીર, રાજુભાઈ જુંજા, ભરતભાઈ ધોળકીયા, હેમંતભાઈ વીરડા, યુનુસભાઈ જુણેજા, નીલભાઈ રાજયગુરૂ, નીલીબેન રાજગુરૂ, વૈશાલીબેન શીંદે, શોભનાબેન ઘેડીયા, ધર્મિષ્ઠાબેન મહેતા, રીટાબેન વડેચા, કલાબેન સોરઠીયા, અનીતાબેન સોની, તૃપ્તિબેન જોષી, અમીષાબેન ગોહેલ, પરેશભાઈ શીંગાળા, હેમંતભાઈ વીરડા, પ્રમોદભાઈ જોષી, હર્ષિત જાની, બચુભાઈ કડીવાર, સંજય મકવાણા, વિજયભાઈ નકુમ, મનીષભાઈ કક્કડ, પ્રહલાદભાઈ દવે, લલીતભાઈ પરમાર, નીરવભાઈ કીયાડા, મનુભાઈ સોનારા, આકાશ સોલંકી, નરેન્દ્રભાઈ દહીયા, એમ. એમ. ચાંદ્રાણી, હરીભાઈ નકુમ, સુભાષ સબાડ, મુકેશપરી ગોસ્વામી, જયાબેન ટાંક, મંજુબેન સરવૈયા વગેરે જોડાયા હતા. તેમ ભાવેશભાઈ બોરીચા (મો.૯૯૦૪૩ ૦૦૦૦૧)ની યાદી જણાવે છે.(૩૭.૭)

(4:44 pm IST)