Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

દિકરીને મળવા જઇ રહેલા મોરબીના કાશીયાગાળા ગામના કોળી વૃધ્ધનું બાઇક સ્લીપ થઇ જતાં મોત

થાનના મનડાસર ગામ પાસે બનાવઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું

રાજકોટ તા. ૫: મોરબીના કાશીયાગાળા ગામના કોળી વૃધ્ધ દિકરીને મળવા માટે થાનના મનડાસર ગામે જઇ રહ્યા હતાં ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનું અહિ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ કાશીયાગાળા રહેતાં મેરામભાઇ ભવાનભાઇ ધરજીયા (ઉ.૬૦) નામના કોળી વૃધ્ધ ગત સાંજે બાઇક હંકારી દિકરીના ગામ મનડાસર જઇ રહ્યા હતાં ત્યારે મનડાસર નજીક પહોંચતા બાઇક સ્લીપ થઇ જતાં ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને શકિતસિંહ ગોહિલે કાગળો કરી થાન પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મેરામભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)

(11:41 am IST)