Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

જુનાગઢમાં શિંગદાણાના વેપારીના કબ્જામાંથી ૩ અજાણ્યા સ્કુટર ચાલકો રૂા.૧૨ લાખનો થેલો લુટી નાશી ગયા ઘટના સ્થળે પોલીસ દોડી ગઇઃ શહેરમાં નાકાબંધી કરાઇ

જુનાગઢઃ અહિના શ્રીનાથનગરમાં રહેતા અને શિગાદાણાનો વેપાર કરતા વિજયભાઇ કોટડીયાના કબ્જામાંથી રૂ. ૧૨ લાખની રોકડ રકમના થેલાની લુટ સાથે ૩ બાઇક ચાલકો નાશી જતા સનસનાટી મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગત મુજબ શિંગદાણાના વેપારી વિજયભાઇ પોતાની પાસેનોરૃા.૧૨ લાખની રકમનો થેલો એકટીવાની ડેકીમાંથી  કાઢતા તેમની પાસે ૩ અજાણ્યા સ્કુટર ચાલકોએ આવીને રેલ્વે સ્ટેશને જવા માટેનું સરનામુ પુછીને વાતે વળગાડેલ દરમિયાન વિજયભાઇએ ડેકીમાંથી થેલો કાઢતા ત્રણેય ઇસમો થેલો ઝુટવીને નાશી જવામાં સફળ થયા છે.

આ ઘટનાની જાણ થતા આઇ.જી.પી.સુભાષ ત્રિવેદી તથા એસ.પી. સૌરભસિંઘ ઘટના સ્થળે દોડી ગયા છે.

બંને અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી તહોમતદારોને ઝડપી લેવા શહેરમાં નાકાબંધી કરવાના આદેશો આપ્યા છે.

(10:55 pm IST)