Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જૂનાગઢ અન્ડરબ્રીજમાં પાણી : માંગરોળમાં ભારે વરસાદ : ઘરમાં પાણી ઘુસ્યા :કેશોદમાં મેઘરાજાની તોફાની બેટિંગ : ભાખરવડ ડેમ ઓવરફ્લો

જૂનાગઢ અન્ડરબ્રીજમાં પાણી : માંગરોળમાં ભારે વરસાદ : ઘરમાં પાણી ઘુસ્યા :કેશોદમાં મેઘરાજાની તોફાની બેટિંગ : ભાખરવડ ડેમ ઓવરફ્લો

 

જૂનાગઢમાં સવારથી હળવા ઝાપટા બાદ મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના અન્ડરબ્રિજમાં પાણી ભરાયા હતા. માંગરોળ પંથકમાં પણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ધોબીવાડા અને વણકરવાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

 

ઘૂંટણસમા પાણી ભરાતા અને વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

  . કેશોદમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. મેધલ નદીમાં નવા નીર આવતા માળીયા હાટીના તાલુકાની જીવાદોરી સમાન ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે.

(11:39 pm IST)