Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ટંકારામાં બે અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો : નદી-નાળા બે કાંઠે નોંધાયો

મોરબી : જિલ્લામાં બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કૃપા વરસવાનું શરુ કર્યું છે. જેમાં  સવારના 6 વાગ્યાથી સાંજના 6 સુધીમાં ટંકારામાં વધુ બે ઇંચ તેમજ વાંકાનેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે છેલ્લા 12 કલાકમાં ટંકારામાં 45 મિમિ, અને વાંકાનેરમાં 22 મિમિ,વરસાદ નોંધાયો છે. જયારે  ટંકારાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજા અનરાધાર વરસી જતાં નદી નાળા બે કાઠે વહી હતી .

(8:18 pm IST)