Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પડધરી બે, ધ્રોલ પોણા બે, વંથલી દોઢ, જોડિયા-ઉપલેટામાં એક ઈંચ વરસાદઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ભારે ઝાપટા

રાજકોટ, તા. ૫ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે. આજે બપોરના ૨ થી ૪ દરમિયાન બે કલાકમાં રાજકોટ નજીકના પડધરીમાં બે ઈંચ, ધ્રોલમાં પોણા બે ઈંચ, વંથલીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે ઉપલેટા અને જામનગર જિલ્લાના જોડીયામાં એક ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત રાણાવાવ, કુતિયાણા, પોરબંદર, વાંકાનેર, કોટડાસાંગાણી, જસદણ, ધોરાજી, રાજકોટ, ચોટીલા, સુત્રાપાડા, વેરાવળ, તાલાળા, કોડીનાર, મેંદરડા, ભેંસાણ, માણાવદરમાં હળવા ભારે ઝાપટા પડયા છે.

જેતપુર, ટંકારા, મુંદ્રા, થાનગઢ, ઉના, ધોરાજી, ગીરગઢડામાં અડધો ઈંચ વરસાદ પડયો છે.

જૂનાગઢનો અહેવાલ

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીના અહેવાલમાં જણાવાયુ છે કે, આજે બપોરના ૧૨ વાગ્યાથી મેઘરાજા મહેરબાન થયા હતા અને સાંજના ૪ વાગ્યા સુધીમાં ઝાપટાથી માંડીને દોઢ ઈંચ જેટલો વરસ્યો છે. જેમાં વંથલીમાં દોઢ ઈંચ, જૂનાગઢ અને વિસાવદરમાં એક ઈંચ તથા ભેંસાણ, મેંદરડા અને માણાવદરમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

(5:08 pm IST)