Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જામનગરના સાયકલિંગના ક્લબના ૨ સાયકલસવારોએ પેરિસની ૧૨૧૮ કિ.મી.ની યાત્રા ૯૦ કલાકમાં પૂર્ણ કરી

જામનગર સાયકલિંગ ક્લબનાં 2 સાયકલસવાર આ ૧૯મી પીબીપીની આવૃત્તિમાં સફળતા પૂર્વક ઉત્તિર્ણ થયા છે, જેમાં રાહુલ ગણાત્રા (94262 09883) અને પ્રશાંત નેગાંધી (98984 22077)નો સમાવેશ થાય છે.

હાલારનાં પેરિશ ગણાતા ‘જામનગર’નાં સાઇકલ સવારો ‘પેરિસ’માં 1891થી દર 4 વર્ષે યોજાતી પેરિસ શહેર થી બ્રેસ્ટ શહેર અને પરત -પેરિસ (પીબીપી)ની 1218 કિલોમીટરની સાઇકલ સવારી 90કલાકમાં પુરી કરી ફક્ત પોતા માટે નહિ પણ સમસ્ત શહેર માટે પ્રતિસ્થા અને પ્રેરણા પાત્ર બન્યાં છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઉત્તીર્ણ થવા માટે – રજિસ્ટ્રેશન સામેલ હતું, જેમાં ગયા કૅલેન્ડર વર્ષમાં (નવેમ્બર ૨૦૧૭ થી ઑક્ટોબર ૨૦૧૮) ૨૦૦, ૩૦૦, ૪૦૦ અને ૬૦૦ કિલોમીટરની પૂર્ણ સુપર રેન્ડોનીઅર્સ શ્રેણી પૂર્ણ કરવાની જરૂર હોય છે.

ગત૧૮ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ સાંજે પેરિસ થી શરુ થઇ બ્રેસ્ટ જઈ ને ત્યાંથી પરત પેરિસ ૨૨ મી ઓગસ્ટ ૨૦૧૯ ના બપોરે પૂર્ણ થઈ. જેમાં કુલ ૧૧૮૬૫ મીટર નું ખૂબ જ કપરું ચઢાણ જે ભલભલા સાયકલ સવાર ને પરસેવા છોડી દે તેવું રહેશે. આ સ્વનિર્ભર સાયકલ સવારી માટે રસ્તામાં કુલ 15 કંટ્રોલ પોઇન્ટ હોય છે જે નિયત સમય મર્યાદામાં જ પોહોચવાનાં રહે છે જો તે સમય ચુકી જવાય તો અયોગ્ય બને છે. આમ ૯૦ કલાક દરમ્યાન શિસ્તબદ્ધ સુસંગત સાયકલ સવાર ની કુલ ૩૫૦૦૦ કેલેરીનો વપરાશ થયો હતો.

મુશ્કેલ ચઢાણ  પછી, – તમારે 4 નિદ્રાધીન રાતમાંથી પસાર થવાની જરૂર છે અને રાત્રે 5*C  ઠંડીનો સામનો કરવો પડે છે, જે હાથ થીજાવી દે છે કે ગિયરને બદલવા પણ મુશ્કેલ બની જાય છે, અને અમારા માટે સૌથી મુશ્કેલ ભાગ ત્રીજી અને આગળની રાત દરમિયાન સવારી કરી જાગતા રહેવું બને છે. તે કોઈ સામાન્ય સવારી ન હતી કારણ કે તમારે આખી મુસાફરીમાં સતત ચઢાણ જ હોવાથી અને ભાગ્યે જ એવી કોઈ જગ્યા હશે જ્યાં તમને કોઈ આરામદાયક ક્ષણ મળે.

આ પીબીપી-૨૦૧૯ માં દુનિયાભરમાંથી કુલ ૭૬૦૦ સ્પર્ધકો ભાગ લીધો તો, જેમાંથી ભારત માંથી લગભગ ૩૬૦ જેટલા સ્પર્ધકો ઓડેક્સ ઇન્ડિયા રેનડોનર્સ ફાઉન્ડેશન દ્વારા ભાગ લીધો હતો. જેમાં ૪૨ જેટલા સ્પર્ધકો ઉત્તિર્ણ થયાં હતા. જેમાં જામનગર સાયકલિંગ ક્લબ નાં 2 સાયકલસવાર આ ૧૯મી પીબીપી ની આવૃત્તિ માં સફળતા પૂર્વક ઉત્તિર્ણ થયા છે, જેમાં રાહુલ ગણાત્રા 94262 09883 અને પ્રશાંત નેગાંધી 98984 22077નો સમાવેશ થાય છે.

(5:02 pm IST)