Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જાનમગરના નવા મોખાણા ગામે એકલવાયુ જીવન જીવતા ૪ સંતાનોના પિતાનો આપઘાત

જાનમગર તા.૦૫ : નવા મોખાણા ગામે રહેતા રાજેશભાઇ નટુભાઇ પાટડીયા એ પંચ બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે દિનેશભાઇ ઉર્ફે દિલીયો નથુભાઇ પાટડીયા , ઉ.વ.૪૬, ના પત્ની છેલ્લા દશેક વર્ષથી કયાંક ચાલ્યા ગયેલ હોય તેમજ ત્રણેય દિકરાઓ પરણીત હોય તથા નાનો દિકરો તેમની મોટી દિકરી સાથે રહેતો હોય જેથી પોતે એકલવાયુ જીવન જીવતા હોય જેનાથી કંટાળી જઇ પોતાની જાતે પોતાના મકાને પંખાના હુકમાં મફલર બાંધી ગળાફાંસો ખાઇ લેતા મરણ ગયેલ છે.

મારી નાખવાની ધમકી

અહી ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભરતભાઇ કરશનભાઇ સીતાપરાએ ફરીયાદ નોંધાવી છે કે વીરાટ પાંઉભાજી હાઇવે રોડ, ધ્રોલમાં ફરીયાદી ભરતભાઇના સાળા હેમતભાઇ સાથે કયુરભાઇ બજરંગ હેર આર્ટ, અશ્વિન હરીજન સાથે અગાઉ બોલાચાલી કરેલ જે બાબતે ફરીયાદી ભરતભાઇએ આરોપી કયુરભાઇને ઠપકો દેવા જતા જેનો રોગરોષ રાખી આરોપીઓ કેયુરભાઇ, અશ્વિનભાઇ , ચિરાગ વાણંદ, ચિરાગભાઇના કાકા રે. ધ્રોલવાળા ફરીયાદી ભરતભાઇના રેસ્ટોરન્ટે જઇ ફરીયાદી ભરતભાઇ તથા સાહેદ હેમતભાઇને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

ઠોકર મારતા મોત

અહી સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઇ પ્રેમજીભાઇ ડાભી એ ફરીયાદ નોંધાવી છે કે દિગ્જામ સર્કલ, ઓવરબ્રિજ નીચે અતુલ પેટ્રોલપંપની સામેના ભાગે ફરીયાદી શૈલેષભાઇના કાકા દિનેશભાઇ પાલાભાઇ ડાભીને અજાણ્યો વાહન ચાલકે હડફેટે લઇ ટક્કર મારી અકસ્માત કરી માથાના ાગે ગંભીર ઈજા કરી મોત નિપજાવી નાશી જઇ ગુનો કરેલ છે.

માંકડ મારવાની દવા પી લીધાની રાવ

અહી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. એચ.કે.સમા એ ફરીયાદ નોંધાવી છે કે પીયરે સુતા હોય તે દરમ્યાન પોતાને પાણી પીવાની તરસ લાગતા અજાણતા રૂમમાં પડેલ માકડ મારવાની દવાની બોટલમાંથી થોડુ પ્રવાહી પી લેતા સારવારમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલ છે.

(1:08 pm IST)