Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જુનાગઢ બહુમાળી કચેરીઓમાં કલેકટર દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ

જુનાગઢ : રાજય કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો કે સંસ્થાઓ સાથે સંકલન સાધીને સરકારની યોજનાઓ, કાર્યક્રમો સિદ્ધિઓ વિશે જાગૃતિ કેળવવા સહાયક તરીકે કામ કરવાનું લક્ષ સામજના નબળા વર્ગો, ખાસ કરીને નીચલા તળિયાના સામાન્ય લોકોને તેમની સુખાકારી માટે ઘડાયેલી યોજનાઓ વિશે માહીતગાર કરીને એ યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરી તેમને સશકત બનાવવાનું હોય, જુનાગઢનું સરદારબાગ પ્રિમાઇસીસ અને તેમાં તાલુકા સુવાસદન, બહુમાળી ભવન, સહિત વિવિધ પ્રકલ્પોમાં અનેક કચેરીઓ લોકકલ્યાણની યોજનાઓ સાથે કામગીરી સંભાળી રહી છે. જિલ્લા કલેકટર ડો. સોૈરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચોૈધરી, સરદારબાગ સ્થિત કેટલીક કચેરીઓની ઓચીંતી મુલાકાતે પહોંચ્યા હતા. મહિલા અને બાળસુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે ગુજરાત સરકારશ્રી ની મહિલાઓને લગતી વિવિધ સેવાઓ, કાર્યક્રમો, યોજનાઓ વગેરે છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવા અર્થે તથા જિલ્લા તેમજ તાલુકા સ્તરે મહિલા શકિત કેન્દ્ર શરૂ કરવામાં આવે છે. જે અન્વયે કલેકટર ડો. સોૈરભ પારધી અને વિકાસ અધિકારી પ્રવીણ ચોૈધરીના હસ્તે મહિલા શકિત કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો હતો બાદમાં જિલ્લા સમાહર્તાએ સમાજસુરક્ષા અને જિલ્લા માહીતી કચેરીની મુલાકાત લઇ કામગીરી અંગે જાણકારી મેળવી હતી.

(1:08 pm IST)