Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

દેવભૂમિ જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી

બાળ શિક્ષકોની અનોખી કામગીરી

ખંભાળીયા તા. પ :.. દેવભૂમિ જિલ્લાની શાળાઓમાં આજે શિક્ષક દિનની ઉજવણી થઇ હતી.

જિલ્લાની અનેક શાળાઓમાં ધો. ૯ થી ૧ર માં અભ્યાસ કરતા શિક્ષકો બન્યા હતા તથા સાડી પહેરીને પર્સ ઝૂલાવતા 'મેડમ' ની એકશન કરતા બાળ શિક્ષકો તથા અનેક બાળ શિક્ષકો કોટ, પાટલૂન પહેરીને શિક્ષકનો સીન જમાવતા હતાં.

અનેક શાળાઓમાં આખો વહીવટ જ શિક્ષકોને સોંપીને પટાવાળાથી આચાર્ય સુધીના કાર્યો વિદ્યાર્થીઓ કર્યા હતા તથા ભણવવાની અવનવી પધ્ધતીઓ તથા જ્ઞાન સાથે ગમ્મતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં.

તો અનેક છાત્રો શિક્ષક થતા એક દિન કા સુલતાનની જેમ ભારમાં વટ સાથે કામગીરી કરી હતી તો કેટલાયે નવા શિક્ષકો શિક્ષક કરતા પણ સુંદર રીતે કામગીરી કરતા જણાયા હતા તો કેટલાક શિક્ષકોની નકલ કરતા લેશન આપવું સજા કરવી ખુરશીમાં બેઠા બેઠા ભણાવવું જેમ શિક્ષકની નકલ કરતા નજરે પડયા હતાં.

ખંભાળીયાની વિજય ચેરીટેબલ હાઇસ્કુલમાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

(1:08 pm IST)