Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

તાલાલા ગીરમાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ : સુત્રાપાડામાં ૧ાા ઇંચ

વેરાવળ-જુનાગઢ, તા. પ : ગીર સોમનાથ જીલ્લામાં તાલાલામાં આજે સવારના ૮ વાગ્યાથી ૧ર વાગ્યા સુધીમાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. જયારે સુત્રાપાડામાં ૧ાા ઇંચ અને વેરાવળ તથા ગીર ગઢડામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે.

જુનાગઢ જિલ્લાનાં માંગરોળ અને માળીયાહાટીનામા ૧ ઇંચ તથા મેંદરડામાં ૧ાા ઇંચ વરસાદ પડ્યો છે. જયારે વિસાવદરમાં ૦ાા અને કેશોદમાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

(1:07 pm IST)