Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જુનાગઢ જિલ્લામાં જુગાર દરોડા પ૦ જુગારી શખ્સોની ધરપકડ

જુનાગઢ તા. પ :.. જિલ્લામાં પોલીસે જુગાર અંગે દરોડા પાડીને પ૦ જૂગારી શખ્સોને રૂ. ૧.૧૬ લાખથી વધુનાં મુદામાલ સાથે પકડી પાડતા જૂગારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શ્રાવણ માસ પુરો થવા છતાં જૂગારની મોસમ યથાવત રહેતા એસ.પી. સૌરભ સિંઘે જૂગારની પ્રવૃતિને ડામી દેવા સુચના જારી કરી હતી.

જે મુજબ પોલીસે જૂગાર અંગે વ્યાપક દરોડા પાડયા હતાં. જેમાં વિસાવદરમાં કોર્ટ પાછળ જાહેરમાં જૂગાર રમતા ૬ શખ્સોએ રૂ. ૧૦,૩પ૦ સાથે પકડી પાડયા હતાં.

માળીયા હાટીનાના પી. એસ. આઇ. એન. કે. વિંઝૂંડાએ સ્ટાફ સાથે દરોડા પાડીને માળીયામાંથી ૬ જૂગારીની રૂ. ૯૭૮૦ સાથે તેમજ અમરાપુર ગામમાંથી ૮ જણાને રૂ. ર૪૭૦ સાથે અને ધણેજ ગામમાંથી ૭ શખ્સોની રૂ. ૧૭૮૭૦ નાં મુદામાલ સાથે જૂગાર રમવા સબબ ધરપકડ કરી હતી.

ઉપરાંત કેશોદના બાલાગામમાંથી ૧૪ ઇસમોએ રૂ. રપ૩ર૦ સાથે અને શીલ - બગસરા ગામેથી ૯ શખ્સોને રૂ. પ૧૧૩૦ સાથે જૂગાર રમતા ઝડપી લઇ ધોરણસરની  કાર્યવાહી કરી હતી.

આમ એક જ દિવસ પોલીસે પ૦ જૂગારીઓએ રૂ. ૧,૧૬,૯ર૦ સાથે ઝડપી લીધા હતાં.

(1:05 pm IST)