Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સોશ્યલ મિડિયામાં યુવતીના નામનું ફેક એકાઉન્ડ બનાવનારને જુનાગઢ સાયબર ક્રાઇમ સેલે પકડયો

જુનાગઢ,તા.૫:રેન્જ આઇ.જી.પી સુભાષ બની સુચના મુજબ વધતા જતા સાયબર ક્રાઇમ રોકવા તેમજ બનેલ સાયબર ક્રાઇમના બનાવોની ઉડાણપૂર્વક તપાસ કરી ડીટેકટ કરવા માટે રેન્જ સાયબર ક્રાઇમ સેલને સુચના કરેલ.

પ્રાપ્ત માહિતી મુજબ રેન્જ સાયબર સેલ ખાતે આવેલ અરજી અન્વયે, અરજદાર ની જાણ બહાર તેના નામનો ઉપયોગ કરી ફેસબુક તથા ઇન્સટાગ્રામ પર ફેક એકાઉન્ડ બનાવેલ તેમજ તેના ફોટા અપલોડ કરી તેના મિત્રોને પણ .ફેન્ડ રીકવેસ્ટ મોકલેલ. જે અંગેની અરજી મળતા આ ફેક એકાઉન્ડ અંગે તમામ ટેકનીકલ એનાલીસીસ કરતા આ ફેક એકાઉન્ડ બનાવનાર રાસેશ જગદિશભાઇ પરમાર, રે.વિજીવડ તા.ગોંડલ, જી. રાજકોટ વાળાને પકડી પાડીને તેના વિરૂધ્ધ જુનાગઢ 'બી'ડીવી. પો.સ્ટે.સે. ૧૩૪/૧૯ આઇ.પી.સી.ક.૫૦૦ આઇ.ટી.એકટ, ૬૬(સી)મુજબ ગુન્હો દાખલ કરાવેલ.

આ ઉપરોકત કામગીરી ઇચા.પો.ઇન્સ. એન.વી.આંબલીયા તથા પો.સ.ઇ. વી.એમ.જોટાણીયા, રે.ઓ.એન.એ. જોષી, પો.હેડ કોન્સ. પી.બી.ચાવડા તથા પો.કોન્સ. ભુમીતભાઇ વિભાણી, મયુરભાઇ અગ્રાવત વાવેચનાઓ સાથે રહી કરેલ છે.

(1:05 pm IST)