Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદના પગલે નાયકા ડેમ ઓવરફલો : ૩ મકાન ધરાશાયી : મકાનોમાં પાણી ઘુસ્યા

વઢવાણ, તા. પ : સુરેન્દ્રનગર શહેરમાં વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ થયો હતો. ભાદરવામાં અષાઢી માહોલ છવાઇ ગયો હતો. જયારે સુરેન્દ્રનગરમાં ત્રણ ઇંચ વરસાદ વરસતા ચારેકોર જળબંબાકાર રાહદારી  રસ્તા હાઇવે ઉપર પાણી ભરાઇ ગયા હતા. લોકોના ઘરમાં પાણી ધુસ્યા હતાં ત્યારે ત્રણ મકાનો વરસાદ વરસતા પડયા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગરમાં નાયકા ડેમ ભારે વરસાદ વરસવાના કારણે છલકાતા તેના ૧૯ ફુટ પાણી કરતા વધારે પાણી આવતા આ નાયકા ડેમના પ દરવાજા ૬૦ મીટરે ખોલવા પડયા હતાં.  ત્યારે નાયકાના દરવાજા ખુલતા સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પણ ફરીવાર છલકાયો છે ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ-પાટડી  મુળી સાયલા ચોટીલા થાન ધ્રાંગધ્રા સહિતના  ઝાલાવાડના ગામોમાં વરસાદ હાલમાં વરસ્યો છે.

સી.જે. આંબેડકર નગર પાસે નાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઉપર પણ અસર પડેલ હતી. ત્યારે સુરેન્દ્રનગરના નેશનલ હાઇવે ઉપર વરસાદ વરસવાના કારણે હાઇવે ઉપર પણ વાહનોના થપ્પા કલાકો સુધી લાગી ગયા હતાં.

ત્યારે વરસાદ વરસતા રહેતો હોવાના કારણે પાક ઉપર અને ખેતરોમાં પાણી ભરાયેલા ને ભરાયેલા રહેવાના કારણે પાક બળી જવાની ભીતી સેવાઇ રહી છે. જાર-ખેતરોમાં આડી પડી ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ અને જોરાવરનગરમાં જાહેર માર્ગો ઉપર અને પુલમાં ખાડા પડયા છે. તંત્રના રસ્તાના કામોમાં વરસાદ વરસતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઇ છે. (૮.૧ર)

(1:01 pm IST)