Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સવારે મેંદરડામાં દોઢ-માંગરોળમાં અડધો ઇંચ : અન્યત્ર ઝાપટા

જુનાગઢ, તા. પ : આજે સવારે માંગરોળમાં વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે સોરઠના અન્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી ઝાપટા ચાલુ રહ્યા છે.

છેલ્લા ર૪ કલાક દરમ્યાન જુનાગઢ જિલ્લામાં ૬૧૭ મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ૧૦પ મીમી એટલે કે ૪  ઇંચ વરસાદ માંગરોળમાં ખાબકયો હતો.

માંગરોળમાં રાત્રે મેઘરાજાએ વિરામ રાખ્યા બાદ આજે સવારે ફરી નવેસરથી બેટીંગ શરૂ કરતા સવારના ૬ થી ૧૦ દરમ્યાન માંગરોળ વિસ્તારમાં વધુ રપ મીમી પાણી પડયાનું નોંધાયું હતું.

માંગરોળની સાથે વિસાવદર તાલુકામાં આજે પણ વરસાદી ઝાપટા ચાલુ રહેતા વધુ ૧૦ મીમી પાણી વરસ્યું છે.

જયારે જુનાગઢ સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેલ છે, પરંતુ નોંધપાત્ર વરસાદના સમાચાર નથી.

મેંદરડા વિસ્તારમાં સવારે ૭-૩૦થી વરસાદ શરૂ થયો હતો અને ૧૦ વાગ્યા સુધી મેઘ મહેર ચાલુ રહેતા મેંદરડા ખાતે દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. (૮.૧૩)

(1:01 pm IST)