Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ગાંધીધામ-બાંદરા ટ્રેનનો ડબ્બો વાંકાનેર રેલ્વે સ્ટેશને ખડી પડયોઃ ૩ના મોતઃ ૭ને ઈજાઃ રેલ્વે તંત્ર દ્વારા મોકડ્રીલ

વાંકાનેરઃ રેલ્વે સ્ટેશન ઉપર સવારના ૭.૩૦ વાગ્યે ગાંધીધામ-બાંદરા ટ્રેન નં. ૨૨૮૭૨નો એક ડબ્બો ખડી પડતા ત્રણ વ્યકિતના મૃત્યુ થયા, ૭ (સાત) ઘાયલ અને ૪ સિરીયસ થયાના સમાચાર તમામ વિભાગને જાણ કરતા રેલ્વેના સત્તાધિશો-કર્મચારીઓના ધાડા વાંકાનેર રેલ્વે સ્ટેશને આવી ગયા હતા. એમ્બ્યુલન્સ, સીટી પોલીસ, આરપીએફ, જીઆરપી સ્ટાફે તમામ વિસ્તારને કોર્ડન કરી સુરક્ષા બજાવતા હતા, તો સ્ટેશન મેનેજર નવાબસિંહ, ધર્મેન્દ્રસિંહ, ટ્રાફીક ઈન્સ્પેકટર એલ.પી. યાદવ અને રેલ્વેની મેડીકલ સ્ટાફ સાથેની ટીમો તંબુ નાખી ઈમરજન્સી સારવાર આપતા હતા, તો રેલ્વેનો ટ્રાફીક, ઈલેકટ્રીક, સિગ્નલ એનડીઆરએફની ટીમ ખડેપગે હતી. બનાવની બનતા એક ડબ્બાના વ્હીલને કાયદેસર રીતે જ ઉતારી દેવામાં આવેલ અને સ્ટ્રેચરમાં ત્રણ ઘાયલ વ્યકિતને સુવડાવી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવેલ અને ક્રેઈન સાથેની ઈમરજન્સી ટ્રેન તમામ સ્ટાફ સાથે રાજકોટથી બોલાવતા બનાવ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોતાની ડયુટી બજાવવા લાગ્યા હતા. વાંકાનેરમાં ગાંધીધામ-બાંદરા ટ્રેન ખડી પડયાના સમાચાર પ્રસરતા લોકો પણ આવવા લાગ્યા હતા. થોડા સમયમાં કાયદેસર દુર્ઘટના બની હોય તેવો માહોલ ઉભો થઈ ગયો હતો પણ જ્યારે બધા ઘટના સ્થળે આવતા ખબર પડી કે આ તો મોકડ્રીલ છે તો બધાના શ્વાસ હેઠા બેઠા હતા. રેલ્વે તંત્રને અન્ય તંત્ર કેટલુ જાગૃત છે ? તેની ખરાઈ કરવા સિનીયર ડીએસઓ રાજકોટ ડિવીઝને આ મોકડ્રીલ કરવા આદેશ આપ્યો હતો (તસ્વીર-અહેવાલઃ ભાટી એન. - નિલેશ ચંદારાણા-વાંકાનેર)

(11:46 am IST)