Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અમરેલી - ધ્રાંગધ્રા - ૩II, લખતર - વઢવાણ -૩, લાઠી - મોરબી - ટંકારા - મહુવામાં ૨ ઇંચઃ સૌરાષ્ટ્રમાં કયાંક હળવો કયાંક ભારે વરસાદ

સવારે કોટડાસાંગાણી,પડધરી,માંગરોળ રાજકોટ-વિસાવદરમાં હળવા ભારે ઝાપટા

રાજકોટ તા.૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાંક ભારે તો કયાંક હળવો-વરસાદ વરસી રહ્યો છે અને મેઘાવી માહોલ યથાવત છે. કાલે સાંજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.

જેમા અમરેલી અને ધ્રાંગધ્રામા સાડા ત્રણ ઇંચ, લખતર-વઢવાણમા ૩ ઇંચ, મોરબી-ટંકારા,મહુવામાં ર ઇંચ વરસાદ પડ્યો હતો.

જયારે કોટડાસાંગાણી, પડધરી, માંગરોળ,  રાજકોટમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.

જામનગર

જામનગરઃ જામનગર જીલ્લામાં પણ ઝાપટાથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેમા જામજોધપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.

ફુલિઝર ડેમ ઉપર ૩ ઇંચ, વાગડીયા અઢી ઉંડ-૨ ઉપર પોણા બે, ઉંડ-૩, આજી-૪, ઉમિયોસાગર-દોઢ,સોરઠી-ફોફળ-ઉડ-૧- વનાણા, ઉંડ-૪ ડેમ ઉપર અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો હતો.

ગારીયાધાર

ગારીયાધારઃ શહેરમાં સવારથીજ અસહય ગરમી અને બફારો થઇ રહ્યો હતો જેમાં બપોરે ૩.૩૦ કલાકે સુપડાની ધારે સતત એક કલાક સુધી વરસાદ વરસી પડતા શહેરના આશ્રમ રોડ, પચ્ચેગામ રોડ, રૂયાવટી રોડ, બાયપાસ અને વાવ દરવાજા સહિતના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા.

જયારે પંથકના કમરાળા,રૂપવાટી,બેલા,આણંદપુર, પીપળીયા, સુરનિવાસ, વિરડી,નાની વાવડી, ફારારીયા સહિતના ગામોમાં વરસાદ વરસી પડ્યો હતો. આણંદપુર-પીપળવાના ચેક ડેમો-ભરાયા હતા. સુરનિવાસ ગામે ખોડિયાર તળાવ ઓવરફલો થયો હતો તો ડમરાળા ગામે આવેલા વાય તળાવ, મઢ તળાવ અને ખડીયા તળાવ ઓવરફલો થવા પામ્યા હતા. બેલા ગામે સરદાર તળાવ ભરાયુ હતું તો લુવારા ગામના ચેકડેમો ભરાયા હતા.

જયારે ગારીયાધાર શહેરના આશ્રમ પાસેના ચેકડેમ ઓવરફલો થયા હતા. તો લાંબા સમયથી ખાલીખમ રહેલુ વલ્લભ તળાવમાં પણ પાણીની આવક શરૂ થવા પામી હતી. જયારે પંથકના મોટી વાવડી,પરવડી,ચોમલ,મોન્વી,સાતપડા સહિતના ગામોમાં માત્ર અડધો ઇંચ જ વરસાદ રહેવા પામ્યો હતો.

ધોરાજી

ધોરાજીઃ ભારે ઉકળાટ બાદ કાલે મેઘરાજા મનમુકીને વરસતા ધોરાજી પંથમકમાં ૪ ઇંચ જેટલો વરસાદ થયેલ હતો જયારે ગુંદાળા મોટીમાટડ પાણવાવ તોટણીવા, જામકંડોરણા સહીતના ગામોમાં પણ મેઘરાજાએ મન મુકી વરસ્યા હતા અને સકુરા નદીમાં ઘોડાપુર આવેલ હતુ અને પંચનાથ મહાદેવ મંદીર ખાતે પાણી ઘુસી ગયા હતા અને પાણી જોવા સહેલાણીઓ ઉમટીપડેલ હતા અને સેેલ્ફીઓ લેવા લોકો રમત કરતા હતા પણ નાના બાળકોને પણ ધસમસતા પાણીમાં નાહવા જતા જેવી તંત્રએ આ અંગે પાણી જોવા જતા લોકોને પાણીમાં જઇ સેલ્ફી લેવા ભારે પડે આ અંગે વાલીઓએ પણ પોતાના બાળકોને નદી નાળાઓમાં નહાવા ન મોકલવા જોઇએ.

જુનાગઢ

જુનાગઢઃ શહેર અને જીલ્લામાં અડધાથી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.

આમ સોરઠના નવેનવ તાલુકાઓમાં ૨૪ કલાક દરમ્યાન ૧ થી ૪ ઇચ વરસાદ થવા પામેલ છે અને સવારથી આખા જીલ્લામાં વરસાદી વાતાવરણ વરશે ધીમેધારે વરસાદ વરસી રહ્યો છે.

ઢાંક

ઢાંકઃ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે બુધવારના રોજ સવારે ત્યારે ઉકળાટ થતો હતો બપોર સુધી ગરમીનું પ્રમાણ વધારે હતું. બપોર પછી ૩:૩૦ થી ૫:૩૦ વાગ્યા સુધીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ૧ કલાકમાં ૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અને સમગ્ર વાતાવરણમાં ઠંડીની લહેર છવાઇ ગઇ હતી. આમ સારો વરસાદ થતા ખેડુતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.

ટંકારા

ટંકારાઃ ગઇકાલ સાંજથી આજ સવાર સુધીમાં પોણા બે ઇંચ વરસાદ પડેલ છે ગઇકાલે સાંજે પાંચ વાગ્યા પછી વીજળીના કડાકા અને જોરદાર ગાજવીજ સાથે અડધા કલાકમાં એક ઇંચ વરસાદ પડેલ.

રાત્રીના પણ ધીમી ધારે હળવા ઝાંપટા પડેલ અને ૨૬ મીમી વરસાદ પડેલ ગઇકાલ સાંજથી આજ સવાર સુધીમાં ૪૩ મીમી વરસાદ પડેલ છે.

મોસમનો વરસાદ ૮૧૮ મીમી નોંધાયેલ છે.

ઉપલેટામાં ૨ ઇંચ

ઉપલેટાઃ કાલે બપોરે અસહય ઉકળાટ બાદ બપોરે ત્રણ વાગ્યે વિજળી કડાકા ભડાકા સાથે શરૂ થયેલ વરસાદ માત્ર દોઢ કલાકમાં અઢી ઇંચ ઇચ જેવો વરસાદ પડેલ હતો અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામેલ હતા અને હજુ વધુ વરસાદ પડે તેવું વાતાવરણ છે.

છેલ્લા ૨૪ કલાકમા પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

જુનાગઢ

ભેસાણ

૬૫ મીમી

જુનાગઢ

૬૨ મીમી

કેશોદ

૨૯ મીમી

માળીયાહાટીના

૭૪ મીમી

માણાવદર

૩૨ મીમી

માંગરોળ

૧૧૭ મીમી

મેંદરડા

૬૦ મીમી

વંથલી

૯૨ મીમી

વિસાવદર

૩૯ મીમી

રાજકોટ

ઉપલેટા

૪૫ મીમી

કોટડાસાંગાણી

૧૧ મીમી

ગોંડલ

૧૧ મીમી

જેતપુર

૩૧ મીમી

જસદણ

૨ મીમી

જામકંડોરણા

૨ મીમી

ધોરાજી

૯૭ મીમી

પડધરી

૧૦ મીમી

રાજકોટ

૧૩ મીમી

લોધીકા

૧૪ મીમી

વિંછીયા

૧૨ મીમી

સુરેન્દ્રનગર

ચોટીલા

૧૬ મીમી

ચુડા

૫ મીમી

પાટડી

૮ મીમી

ધ્રાંગધ્રા

૮૦ મીમી

થાનગઢ

૨૭ મીમી

લખતર

૭૪ મીમી

લીંબડી

૧૭ મીમી

મુળી

૧૫ મીમી

સાયલા

૨૭ મીમી

વઢવાણ

૬૫ મીમી

અમરેલી

અમરેલી

૮૩ મીમી

ખાંભા

૧૦ મીમી

જાફરાબાદ

૬ મીમી

ધારી

૬૦ મીમી

બગસરા

૧૪ મીમી

બાબરા

૩૬ મીમી

રાજુલા

૩૨ મીમી

લાઠી

૫૦ મીમી

લીલીયા

૩૨ મીમી

વડિયા

૯ મીમી

સાવરકુંડલા

૩૪ મીમી

જામનગર

જામનગર

૨ મીમી

કાલાવડ

૨૩ મીમી

લાલપુર

૯ મીમી

જામજોધપુર

૮૨ મીમી

ધ્રોલ

૧૬ મીમી

જોડિયા

૩૫ મીમી

મોરબી

મોરબી

૫૨ મીમી

વાંકાનેર

૫ મીમી

હળવદ

૧૩ મીમી

ટંકારા

૪૩ મીમી

માળીયામિંયાણા

૨૨ મીમી

ભાવનગર

ઉમરાળા

૩૧ મીમી

ગારીયાધાર

૩૬ મીમી

ઘોઘા

૫ મીમી

જેશર

૫ મીમી

તળાજા

૧૧ મીમી

પાલીતાણા

૩૫ મીમી

ભાવનગર

૩૧ મીમી

મહુવા

૪૮ મીમી

વલ્લભીપુર

૩૮ મીમી

બોટાદ

ગઢડા

૪ મીમી

બરવાળા

૪૦ મીમી

બોટાદ

૩૮ મીમી

પોરબંદર

પોરબંદર

૧૬ મીમી

રાણાવાવ

૨૮ મીમી

કુતિયાણા

૧૬ મીમી

કચ્છ

અંજાર

૧૦ મીમી

ભચાઉ

૨૬ મીમી

ભુજ

૧૫ મીમી

માંડવી

૧૭ મીમી

મુંન્દ્રા

૧૦ મીમી

નખત્રાણા

૬ મીમી

રાપર

૧૦ મીમી

ગીર સોમનાથ

ઉના

૩ મીમી

તાલાલા

૧૫ મીમી

વેરાવળ

૨૧ મીમી

સૂત્રાપાડા

૨ મીમી

દેવભુમી દ્વારકા

દ્વારકા

૨ મીમી

કલ્યાણપુર

૩ મીમી.

(11:41 am IST)