Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

તળાજાના સરતાનપર (બંદર)ખાતે ૪૦કરોડના ખર્ચે ૬ કિ. મી લંબાઈ સુધી મીઠા પાણીનું સરોવર ભરાઈ તેવું આયોજન

ભાવનગર, તા.૫: તળાજા ના સૌથી છેવાડે દરિયા કિનારે વસેલ સરતાનપર( બંદર) નજીક શેત્રુંજી નદી જયાં દરિયામાં ભળે છે તે સ્થળે ચેકડેમ અથવાતો બંધારો બનાવવામાં આવે તેવી દાયકાઓ જૂની માગ છે. આ માગ સંતોષવામાં ભૂતકાળ ના ભાજપ કોંગ્રેસના નેતાઓ અને સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે સાંસદ શિયાળે સરકારમાં કરેલી રજુઆત ના પગલે જળ સંપત્તિ વિભાગ દ્વારા યોજનાનો અભ્યાસ કર્યો છે.ને અહીં બંધારો બને તેમ છે તેના માટેની કાર્યવાહી હાથ ધરી છે.

તુલસીભાઈ મકવાણાના જણાવ્યા પ્રમાણે સરતાનપર (બંદર)સહિત આસપાસના દસેક ગામડા અને તળાજા ના ખેડૂતો,ખેત મજૂરો અને રહેવાસીઓ દ્વારા શેત્રુંજી નદીનું ચોમાસા દરમિયાન મીઠું પાણી દરિયામાં  નહી જાય અને મીઠાપાણીનો સંગ્રહ થાય તેવી માંગ વર્ષોથી  છે. એ માગ ન સંતોષવામાં આવતા આજે છેક તળાજા સુધી ભૂગર્ભ જળ.ખારા થઈ ગયા છે.જેનું એક કારણ સતત અહીં થઈ રેહલું ખનનપણ છે.

સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા અહીં ના લોકોની માગ ને લઈ મીઠું પાણી સંગ્રહિત થાય.ખેતી સધ્ધર બને અને ભૂગર્ભ જળ ખરાબ થઈ ગયા હોય તેના કારણે અહીંથી લોકોને કરવી પડતી હિજરત, આરોગ્યને થતું નુકશાન અટકાવવા કરેલી રજુઆત ના પરિણામે જળ સંપત્તિ,કલ્પસર વિભાવ તરફથીઙ્ગ તાજેતરમાંજ બંધ ના કામને લઈ ચાલીસ કરોડ નો અંદાઝ મુકવામાં આવ્યો છે. કરેલા અભ્યાસમાંઙ્ગ ડાબી બાજુ ૧૬૦, જમણી બાજુ ૨૭૦મીટરઙ્ગ માટી બન્ધ તથા નદીનાપટમાં તરસરા વાળી વોકળાાંમ, ફાટલ બારામાં બંધ બાંધવા માટે અને ડૂબમાં જતા રસ્તાની ઉંચાઈ અને પહોળાઈ વધારવા, ખાનગી ડૂબમાં જતી ૧૫૦ હેકટર અને સરકારી ૩૮૦ હેકટર જમીનનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.

અહીં બંધારો બનાવી શકાય તેવો મત વ્યકત કરતો સાંસદ નેપત્ર પાઠવેલ છે.જેમાં છ કિમીની લંબાઇ માં ૩૧૦ મિલિયન ઘનફૂટ પાણી નો સંગ્રહ થઈશકે તેમ હીવનો ઉલ્લેકબ કરવામાં આવ્યો છે.

આ બધાંરો બંધાય જાયતો હજારો હેકટર જમીનમાં વધુ સમૃદ્ઘ ખેતી થાય, અહીંના ખેત મજુરોની હિજરત ઓછી થાય, ઘર આંગણે રોજીરોટી મળે અને ખારાશને લગતા શારીરિક રોગોમાંથી મુકિત મળે તેમ છે.આથી વહેલાસર બંધારો નિર્માણ થાય તેવા વધુ સઘન પ્રયાસોનજ જરૂર જણાય રહી છે.

(11:41 am IST)
  • મોડી રાત્રે ૧૨ આસપાસ ભુજ મા વાતાવરણ તોફાની : કડાકા ભડાકાકા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ : માધાપરમાં ધોધમાર વરસાદ શરૂ થયેલ છે.. લેઇટેસ્ટ ઈનસેટ તસ્વીરમાં આખું સૌરાષ્ટ્ર કચ્છ વરસાદથી ઘેરાયેલ નજરે પડે છે access_time 1:13 am IST

  • બ્રિટનમાં ભારતીય દૂતાવાસમાં તોડફોડ મામલે બે આરોપી પ્રદર્શનકારીઓની ધરપકડ :માર્ચ પાર્લિયામેન્ટ સ્કવેયરથી શરૂ થઈને ભારતીય દૂતાવાસ તરફ પહોંચી :ભારત વિરોધી નારા લગાવવા સાથે કાશ્મીરની આઝાદીના પણ નારા લગાવ્યા :ભારતીય દૂતાવાસ બહાર હિંસક પ્રદર્શન અને તોડફોડ મામલે બે લોકોની ધરપકડ access_time 1:11 am IST

  • નજરકેદમાં રાખેલા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીને મળી શકશે તેમની પુત્રી ઇલતીજા મુફ્તી : ચેન્નાઇ સ્થિત ઇલતીજા ગમે ત્યારે શ્રીનગર જઈ માતાને મળી શકશે : સુપ્રીમ કોર્ટની પરવાનગી access_time 12:32 pm IST