Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

હિરણ-ર ડેમનો એક દરવાજો ખોલાયો

પ્રભાસપાટણઃ હિરણ-ર ડેમ તા. ૩/૯/૧૯ના રોજ સંપુર્ણ ભરાયેલ હતો ૭૧.૨૬ મીટરની સપાટી સુધીનુ લેવલ આવતા ડેમ સંપુર્ણ ભરાયા બાદ ૭૧.૨૬ મીટર ઉપર જે પાણી ડેમમાં વધે તેને દરવજા ખોલી અને નદીમા પાણી કાઢવુ પડે તેથી આ સપાટી બાદ તા. ૪/૯/૧૯ના રોજ ડેમનો એક દરવાજો ૦.૭૫ મીટર ખોલવામા આવેલ છે અને તે પાણી હિરણ નદીમાં વહેતુ કરવામા આવેલ છે. જેથી હિરણ નદીના પ્રવામાં ધીમે-ધીમે વધારો થઇ રહેલ છે. તે તસ્વીરમાં નજરે પડે છે.

(11:39 am IST)